Benefits Of Turmeric For Diabetes Patients: દરેક ઘરમાં હળદર સરળતાથી મળી જાય છે. હળદર સ્વાસ્થ્ય અને સ્કિન બન્ને માટે ફાયદાકારક છે. હળદર શરીરની ઈમ્યૂનિટીને વધારવામાં મદદરૂપ થાય છે. એટલું જ નહીં, હળદર ડાયાબિટીશના દર્દીઓ માટે સારી છે. એટલા માટે ડાયાબિટીશના દર્દીઓને હળદરનું સેવન કરવું જોઈએ. ચલો આજે અમે તમને જમાવીશું કે ડાયાબિટીશના દર્દી કેવી રીતે હળદરનું સેવન કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડાયાબિટીશમાં કેવી રીતે ફાયદાકારણ છે હળદળ?
ડાયાબિટીશના રોગીઓ માટે હળદર ઘણી ફાયદાકારક માનવામાં આવે છે. હળદરમાં ભરપૂર પ્રમાણમાં કરક્યૂમિન હોય છે. જેના કારણે ડાયાબિટીશના દર્દીઓ માટે હળદરને ઘણી ફાયદાકારક માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ડાયાબિટીશમાં હળદરનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ ઓછું કરવામાં મદદ મળે છે.


ડાયાબિટીશના દર્દી કેવી રીતે કરી શકે હળદરનું સેવન


હળદર અને તજ
હળદર અને તજનું સેવન ડાયાબિટીશના રોગી સરળતાથી કરી શકે છે. તેનું સેવન કરવા માટે એક ગ્લાસ દૂધમાં હળદર, તજનો પાઉન્ડરને ભેળવો અને ગરમ કરી લો. આ દૂધનું સેવન તમે નાશ્તામાં કરી શકો છે. તમને જણાવી દઈએ કે હળદરની સાથે તજ પણ બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદરૂપ થાય છે.


હળદર અને કાળા મરી  (Turmeric and Black Pepper)-
હળદરની સાથે કાળા મરીનું સેવન પણ ડાયાબિટીશના દર્દીઓને બ્લડ શુગરને કંટ્રોલમાં રાખી શકે છે. ડાયાબિટીશના રોગી હળદરનું સેવન કાળા મરી અને દૂધની સાથે મિલાવીને પણ કરી શકે છે. તેના માટે તમે એક ગ્લાસમાં દૂધમાં હળદર અને કાળા મરીનો પાઉન્ડર નાંખો અને તેને ગરમ કરીને પી લો.


હળદર અને આમળા (Turmeric and Amla)
હળદરની સાથે આમળાને પણ ડાયાબિટીશના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. આમળામાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. જે કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. તેના માટે તમે આમળા પાઉન્ડર અને હળદરને મિક્સ કરીને પાણીની સાથે સેવન કરી શકે છે. આ મિશ્રણ ડાયાબિટીશ રોગીઓ માટે ઘણું ફાયદાકારક હોય છે.


 (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા, ચોક્કસપણે તબીબી સલાહ લો. ZEE ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube