Diabetes Diet Tips: ડાયાબિટીસના દર્દીઓ માટે ડિનરનો સાચો સમય કયો? અહીં જાણો, થશે ફાયદો
Diabetes: દેશમાં ડાયાબિટીસ દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ડાયાબિટીસના દર્દીઓની સૌથી મોટી સમસ્યા ખાન-પાનની રહે છે. સુગરથી પીડિત દર્દીઓએ ટાઇમસર ભોજન કરવું જરૂરી છે. મોડી રાત્રે કે મોડેથી લંચ કરવા પર ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
નવી દિલ્હીઃ હેલ્ધી ડાયટ અને એક્સરસાઇઝ કરવાથી વજન અને શરીરમાં થનારી નાની-નાની બીમારીને કંટ્રોલ કરી શકાય છે. આ ઘણા રિસર્ચમાં સામે આવી ચૂક્યું છે. તેવામાં જો તમે ખોટા સમયે ડિનર કરો છો તો તમને ઘણી બીમારી શિકાર બનાવી શકે છે. માત્ર એટલું જ નહીં ડાયાબિટીસના દર્દીઓ માટે તે ઘાતક સાબિત થઈ શકે છે. ખોટા સમય પર ખાનપાનથી બ્લડ સુગર લેવલ ઝડપથી વધી શકે છે. ડાયાબિટીસના દર્દીઓની સાથે એક સમસ્યા કોમન છે કે તે મોડી રાત્રે ભોજન કરે છે. તેવામાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.
આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે રાતનું ભોજન 7 વાગ્યા પહેલા કરી લેવું જોઈએ. જો કોઈ વ્યક્તિને પહેલાથી ડાયાબિટીસ છે, તો તેણે તેનું વધુ ધ્યાન રાખવાની જરૂર છે.
ડાયાબિટીસના દર્દીઓએ 7 વાગ્યા બાદ ડિનર કેમ ન કરવું જોઈએ?
હકીકતમાં સાંજના સમયે પાચન અગ્નિ ખુબ ઓછી હોય છે. જો તમે આ દરમિયાન ખુબ ભારે ભોજન કરો છો તો તે ભોજન સારી રીતે પચી શકતું નથી. તેવામાં શરીરમાં ટોક્સિન્સ બનવા લાગે છે. ટોક્નિસ અને કફ બંનેના ગુણ એક સમાન હોય છે. જ્યારે શરીરમાં ટોક્સિન્સની માત્રા વધે છે, તો તેનાથી કફ દોષ પણ વધે છે. તેથી જો કોઈ વ્યક્તિને પહેલાથી ડાયાબિટીસની સમસ્યા છે તો મોડી રાત્રે ભોજન કરવાથી તે સમસ્યા વધુ ગંભીર બની શકે છે.
આ પણ વાંચોઃ દવા વગર બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે આ 4 ફૂડ, ઘટી જશે બ્રેન સ્ટ્રોકનું જોખમ
રાત્રે ભોજન છે ખુબ જરૂરી
તેવામાં જો તમારે મોડું થતું હોય તો ડિનર ન છોડો., તેનાથી સમસ્યા વધુ વધી શકે છે. જો તમને ડાયાબિટીસ છે તો તમારો પ્રયાસ રહેવો જોઈએ કે જલ્દી ભોજન કરી લો. ત્યારબાદ પણ તમને ભૂખ લાગે છે તો હળવું કંઈક ખાઈ શકો છો. રાત્રે ભોજન હળવું ભોજન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહે છે.
રાત્રે ભોજન કરવાનો બેસ્ટ સમય કયો
હંમેશા રાત્રે ભોજન અને સૂવા વચ્ચે 2 કલાકનું અંતર હોવું જોઈએ. જો રાત્રે ભોજન કર્યા બાદ સીધા સૂવા જાવ છો તો તમારૂ સુગર લેવલ વધી શકે છે. તેથી રાત્રે 7 વાગ્યા સુધીમાં તમારૂ ડિનર કરી લો. રાત્રે 10 કલાકે સૂવા જતા રહો અને 8-10 કલાકની ઊંઘ જરૂર લો. તેનાથી બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. આ સાથે અન્ય રોગનો ખતરો પણ ઘટે છે.
ડિસ્ક્લેમરઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે. આ કોઈ પ્રકારે દવા કે સારવારનો વિકલ્પ ન હોઈ શકે. વધુ માહિતી માટે હંમેશા ડોક્ટરનો સંપર્ક કરો.