Diabetes symptoms in legs: ડાયાબિટીસ એક એવી બીમારી છે જેની સમય રહેતા જાણ ન થાય અને સારવાર ન કરવામાં આવે તો ઘણા પ્રકારની સમસ્યાનું કારણ બની શકે છે. ડાયાબિટીસના શરૂઆતી લક્ષણ હંમેશા અજાણ્યા રહે છે. જેના કારણે દર્દીઓએ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ શું તમે જાણો છો કે તમારા પગમાં જોવા મળનાર કેટલાક સંકેત પણ ડાયાબિટીસના શરૂઆતી લક્ષણ હોઈ શકે છે? આજે અમે તમને પગમાં દેખાનાર ડાયાબિટીસના કેટલાક શરૂઆતી લક્ષણ વિશે જણાવીશું, જેના વિશે એક્સપર્ટે જાણકારી આપી છે.


પગમાં ડાયાબિટીસના શરૂઆતી લક્ષણ
1. પગમાં દુખાવો, સુન્નતા અથવા કળતર

ડાયાબિટીસને કારણે, પગની ચેતાને નુકસાન થઈ શકે છે, જેના કારણે પીડા, નિષ્ક્રિયતા અથવા કળતર અનુભવાય છે.


2. પગમાં અલ્સર અથવા ઘા
ડાયાબિટીસને કારણે પગમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ શકે છે, જેના કારણે ઘા રૂઝાવવામાં મુશ્કેલી પડે છે અને અલ્સર થઈ શકે છે.


3. પગની ચામડી સૂકાવી અને ફાટવી
ડાયાબિટીસને કારણે સ્કિન શુષ્ક થઈ શકે છે, જેનાથી પગની સ્કિન ડ્રાઈ થઈ ફાટી શકે છે. 


4. પગના રંગમાં ફેરફાર
ડાયાબિટીસને કારણે પગની સ્કિનનો રંગ બદલી શકે છે, જેમ કે લાલ, ભૂરો કે કાળો થવો.


5. પગમાં સંક્રમણ
ડાયાબિટીસને કારણે પગમાં સંક્રમણનો ખતરો વધી જાય છે.


આ પણ વાંચોઃ Garlic: આ 5 તકલીફ હોય તેણે કાચુ લસણ ખાવાની ન કરવી ભુલ, ખાવાથી તબિયત વધારે બગડી જાશે


ક્યારે કરાવવો સુગર ટેસ્ટ?
ડોક્ટરોનું કહેવું છે કે જો પગમાં ઉપર જણાવેલા કોઈપણ લક્ષણ દેખાય તો ડોક્ટરનો સંપર્ક કરવો અને સુગર ટેસ્ટ કરાવો. આ સિવાય જો તમારી ઉંમર 45 કે તેનાથી વધુ છે, વજન વધુ છે કે ડાયાબિટીસનો પારિવારિક ઈતિહાસ છે તો તમારે નિયમિત સુગર ટેસ્ટ કરાવવો જોઈએ.


ડાયાબિટીસ કંટ્રોલ કરવી
ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે તમે ઘણા કામ કરી શકો છો, જેમ કે
- ફળ, શાકભાજી, આખા અનાજ અને પ્રોટીનથી ભરપૂર આહાર લો.
- સપ્તાહમાં ઓછામાં ઓછી 150 મિનિટ વ્યાયામ કરો.
- જો તમારૂ વજન વધારે છે તો તેને ઘટાડો. વજન ઘટાડવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ મેળવી શકાય છે.
- જો તમારે ડાયાબિટીસની દવા લેવાની જરૂરીયાત છે ડોક્ટરના નિર્દેશ અનુસાર નિયમિત લો.
- ધૂમ્રપાન ડાયાબિટીસની સમસ્યાનો ખતરો વધારે છે.
- તણાવ તમારા બ્લડ સુગર લેવલને વધારી શકે છે. યોગ, ધ્યાન કે ઉંડા શ્વાસ લેવા જેવા વ્યાયામ કરો જેનાથી તણાવ ઓછો રહે.