Diabetes Treatment: 10 રૂપિયાના આ દેશી ફળ સામે મોટી-મોટી દવાઓ ફેલ, હાઈ કોલેસ્ટ્રોલ અને હરસનો મૂળમાંથી થશે નાશ
Wood Apple For Blood sugar: કોઠું સ્વાસ્થ્ય માટે રામબાણ માનવામાં આવ્યું છે. તેના સેવનથી ડાયાબિટીસનો નાશ થાય છે. તેમાં વિટામિન સી ભારે માત્રામાં હોય છે. આ સિવાય તેમાં આયરન, કેલ્શિયમ, ફાસ્ફોરસ અને ઝિંક પણ હોય છે. આ ફળ અનેક બીમારીઓમાં ઉપયોગી છે.
નવી દિલ્હીઃ કોઠું એક એવું ઝાડ છે જે ખુબ ઓછા પાણીમાં ઉગી જાય છે. તેમાં પોષક તત્વોનો ભંડાર હોય છે. કોઠુંનું વૈજ્ઞાનિક નામ લિમોની એસિડિસિમા (Limonia Acidissima) છે. પથ્થર જેવું દેખાડું આ ફળ હાથીઓને ખુબ પસંદ હોય છે. તેથી દુનિયાના ઘણા ભાગમાં તેને હાથીઓનું સફરજન કહે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ કોઈ દવાથી ઓછું નથી. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાનું આ સ્થાનીક વૃક્ષ પોતાના તમામ ગુણો છતાં લોકોના દિલમાં જગ્યા બનાવી શક્યું નથી.
પાંદડા, ફળ કોઈ દવાથી ઓછા નથી
પ્રકૃતિએ ઘણા એવા છોડ-ઝાળ આપ્યા છે, જેના પાંદડા, ફળ કોઈ દવાથી ઓછા નથી. તેનો ઉપયોગ સદીઓથી લોકો ઘણી બીમારીઓમાં રાહત મેળવવામાં કરી રહ્યાં છે. પરંતુ આધુનિકતાના સમયમાં લોકો તેને ભૂલી રહ્યાં છે. તેમાં કોઠું પણ સામેલ છે.
કોઠુંથી ડાયાબિટીસ ભગાવો
કોઠુંને ડાયાબિટીસ માટે ખુબ ફાયદાકારક માનવામાં આવ્યું છે. વુડ એપલના ઝાડમાંથી નિકળનાર ફેરોનિયા ગૂદા ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ ઇલાજ છે. આ ફળ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેના નિયમિત સેવનથી બ્લડમાં બ્લૂકોઝનું સ્તર ઘટે છે. આ સિવાય તે ઇંસુલિન સેલ્સને પણ વધારવામાં મદદ કરે છે, જેથી તે ઝડપથી કામ કરે અને સુગર મેટાબોલિઝ્મને સરળ બનાવે. આ ફળમાં આયરન, કેલ્શિયમ, ફોસ્ફોરસ અને ઝિંક ભરપૂર માત્રામાં મળે છે. આ સિવાય તેમાં વિટામિન બી-1 અને બી2 હોય છે. તે ફળ બજારમાં આશરે 10 રૂપિયામાં મળી જાય છે. ડાયાબિટીકના દર્દીઓ માટે તે ચમત્કારથી ઓછુ નથી.
આ પણ વાંચોઃ ગુજરાતમાં 12.81 કરોડ વેક્સિનેશનના ડૉઝ અપાયા, વિદેશી રસીથી દેશમાં ઘમાસાણ
કોઠું હાઈ કોલેસ્ટ્રોલ માટે ફાયદાકારક
વુડ એપલનું સેવન હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. કોઠુંમાં જોવા મળતા રફેઝ અને ફાઇબર નસોમાં જમા કોલેસ્ટ્રોલને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં રહેલ વિટામિન સી લોગીને લઈ જતી ધમનીઓને ફુલાવે છે. તેનાથી લોહીના ભ્રમણની ગતિ વધે છે. તેવામાં હાઈ કોલેસ્ટ્રોલના દર્દી માટે પણ આ ફળ ખુબ લાભદાયક છે.
કઈ રીતે હરસને ઠીક કરે
કોઠુંનું સેવન હરસની સમસ્યાને દૂર કરવામાં પણ ફાયદાકારક માનવામાં આવે છે. હકીકતમાં કોઠું ફાઈબર અને રફેઝ મેટાબોલિક રેટ વધારવાની સાથે બોવેલ મૂવમેન્ટમાં સુધાર કરવાનું કામ કરે છે. આ સિવાય તે મૂત્ર માર્ગનો સોજો ઘટાડે છે. પરંતુ બીમારી પ્રમાણે તેનું નિયમિત સેવન જરૂરી છે. જેથી દરેક મુશ્કેલીમાં રાહત મળી શકે છે.
ડિસ્ક્લેમર
અહીં જણાવવામાં આવેલા ઉપાય માત્ર સામાન્ય જ્ઞાન પર આધારિત છે. તે માટે કોઈ હેલ્થકેર પ્રોફેશનલની સલાહ જરૂર લો.