કોઈ દવા વગર કંટ્રોલ થશે ડાયાબિટીસ, બસ ફોલો કરો આ ડાયટ પ્લાન, વધતી સુગર પર લાગશે લગામ
જો તમે પણ ડાયાબિટીસના દર્દી છો તો આ ડાયટ પ્લાન ફોલો કરો. તેનાથી થોડા દિવસમાં તમારૂ વધી રહેલું સુગર લેવલ ઘટી જશે.
નવી દિલ્હીઃ ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા બીજા દેશોના મુકાબલે ઝડપથી વધી રહી છે. તેનું સૌથી મોટું કારણ લોકોની ખરાબ લાઇફસ્ટાઇલ અને ફિઝિકલ એક્ટિવિટીમાં ઘટાડો બની રહ્યું છે. ડાયાબિટીસમાં ઇંસુલિન ઓછું બને છે, જેના કારણે લોકોના હાર્ટ, આંખ અને કિડની પર ખરાબ અસર પડે છે. એક રિસર્ચ પ્રમાણે ભારતના 12-18 ટકા યુવાઓમાં ડાયાબિટીસનો ખતરો ઝડપથી વધ્યો છે. તમે જાણીને ચોંકી જશો પરંતુ આ આંકડા શહેરી વિસ્તારમાં વધુ જોવા મળી રહ્યાં છે. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે વર્ષ 2030 સુધી ડાયાબિટીસ દેશ-દુનિયામાં સાતમી મોટી અને ખતરનાક બીમારી બની સામે આવી શકે છે. ડાયાબિટીસમાં ખાવા-પીવામાં કંટ્રોલ સૌથી જરૂરી છે. આ બીમારીને સંપૂર્ણ રીતે ખતમ ન કરી શકાય. માત્ર શાનદાર ડાઇટ ફોલો કરી બ્લડ સુગરને કંટ્રોલ કરી શકાય છે. આવો અમને તમને જણાવીએ તમે તેને કંટ્રોલ કરવા માટે કયાં ડાયટ પ્લાનને ફોલો કરશો.
ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે અજમાવો આ ડાયટ પ્લાન
સવારે ઉઠી મેથી પાઉડર ખાવોઃ ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે સૌથી પહેલા તમે સવારે ઉઠીને 1 ચમચી મેથી પાઉડરનું સેવન કરો.
નાસ્તા પહેલા આ વસ્તુનું પીવો જ્યુસઃ નાસ્તા પહેલા તમે કાકડી, કારેલા, ટામેટા જેવા શાકના જ્યુસ પીવો.
નાસ્તામાં હેલ્ધી વસ્તુનું કરો સેવનઃ ડાયાબિટીસના દર્દી પોતાના નાસ્તામાં હેલ્ધી વસ્તુનું સેવન કરો. જેમ- સ્પ્રાઇટ, દલિયા, દૂધ, બ્રાઉન બ્રેડનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે.
આ પણ વાંચોઃ ભારતીય ફૂડમાં કેન્સર પેદા કરનાર કેમિકલ? 527 પ્રોડક્ટમાં મળ્યા એથિલીન ઓક્સાઇડ
લંચ પહેલા ખાવો ફળઃ બપોરે લંચ કરતા પહેલા ડાયાબિટીસના દર્દી થોડા ફ્રૂટનું સેવન કરો. તમે એવા ફ્રૂટનું સેવન કરો જેમાં સુગરની માત્રા ઓછી હોય. જેમ કે- જામફળ, સફરજન, નારંગી, પપૈયા.
લંચમાં કરો આ વસ્તુનું સેવનઃ બ્લડ સુગર દર્દીઓ પોતાના લંચમાં બે રોટલી, ચોખા, દાળ, શાકભાજી, દહીં અને સલાડનું સેવન કરવું જોઈએ. શાકમાં તમે દૂધી, લીલા પાંદડાવાળા શાકભાજી, ઈંડા અને ફેટી ફિશનું સેવન કરો.
ભોજનના 1 કલાક બાદ પાણી પીવોઃ ભોજન કર્યાના એક કલાક બાદ પાણી પીવો. તે વાતનું ધ્યાન રાખો કે તમે પાણી ઠંડુ નહીં પરંતુ માત્ર નવશેકુ પીવો.
સાંજનો નાસ્તો ગ્રીન ટી, બેક્ડ સ્નેક્સઃ બ્લડ સુગર વધતી રોકવા માટે તમે સાંજના નાસ્તામાં ગ્રીન ટી જરૂર સામેલ કરો.
આ પણ વાંચોઃ Healthy Heart: વાસી મોઢે આ 5 માંથી કોઈ 1 વસ્તુ પીવાનું રાખો, ધમનીઓ નહીં થાય બ્લોક
સાંજે 6 કલાકે ડિનરઃ સાંજે 6થી 7 વચ્ચે ડિનર કરવું તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, તેનાથી બ્લડ સુગર કંટ્રોલ થાય છે. સાંજે તમે ડિનરમાં બે રોટલી, એક વાટકી શાક, તથા હેલ્ધી દૂધ લો.
ડિસ્ક્લેમરઃ સામાન્ય જાણકારીના આધારે આ માહિતી આપવામાં આવી છે. તમે કોઈ ચિકિત્સક ટિપ્સ ફોલો કરતા પહેલા નિષ્ણાંત ડોક્ટરની સલાહ જરૂર લો)