નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર જોવા મળી રહ્યો છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર, આ વાયરસ વાતાવરણ મુજબ પોતાના રૂપમાં ફેરફાર કરે છે. અત્યાર સુધીમાં જ્યાં માથાનો દુખાવો, ખાંસી, તાવ, શ્વાસ લેવામાં તકલીફ વગેરે કોરોનાના મુખ્ય લક્ષણ માનવામાં આવી રહ્યાં હતા, ત્યારે નવા મામલે સ્થાનિક ડોક્ટર સહિત દેશ વિદેશના જાણકારોએ ચિંતા વધારી દીધી છે. કોવિડ-19ના લક્ષણોની યાદીમાં ત્રણ નવા લક્ષણ ઉમેરવામાં આવ્યા છે. ઝાડા, માથાનો દુખાવો અને ઉલ્ટી એટલે કે, કોરોના કાળમાં હવે આ ત્રણ બિમારીને જો ગંભીરતાથી ન લેવામાં આવે તો આ બિમારી કોઇનો જીવ પણ લઇ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- દેશમાં કોરોના વેક્સીન ક્યારે આવશે? મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે આપ્યું નિવેદન


ડોક્ટરોનું કહેવું છે કે, વરસાદમાં પટ ખરાબ થવું તેને લોકો સામાન્ય માને છે અને આવી સ્થિતિમાં લગભગ જ કોરોનાની તપાસ કરાવવા માટે હોસ્પિટલ જશે. પરંતુ તે જરૂરી છે. હોસ્પિટલ આવનાર ઝાડાના દર્દીઓ માટે પણ કોરોનાની તપાસ કરવી નવો પડકાર છે.


આ પણ વાંચો:- આ કરચલો બચાવશે કોરોના વાયરસથી જીવ, 30 કરોડ વર્ષ જૂની છે આ દુર્લભ પ્રજાતિ


કોરોના વાયરસના લક્ષણો પર એક નજર


  • તાવ

  • ઉધરસ

  • હાંફ ચઢવી

  • થાક, સ્નાયુ અથવા શરીરમાં દુખાવો

  • માથાનો દુખાવો

  • કોઈ સ્વાદ કે ગંધનો અહેસાસ ન થવો

  • સુકુ ગળું

  • શરદી અથવા વહેતું નાક

  • ઉલટી અથવા ઉબકા

  • ઝાડા


આ પણ વાંચો:- કોરોના: માર્કેટમાં આવી સૌથી સસ્તી જેનેરિક Remdesivir, ભારતીય કંપનીએ બનાવી


મોઢાનો સ્વાદ બદલાઇ જવો, અથવા કોરોનાના બે લક્ષણ સાથે હોવું ખતરાની નીશાની હોઇ શકે છે. જેમ કે, તાવ, ખાંસી છે અને થોડા દિવસ બાદ ખાવાનો સ્વાદ આવવો નહીં. માત્ર સ્વાદ ન આવવો અને સુંગધ ન આવવાને કોવિડ માની શકાય નહીં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube