નવી દિલ્હીઃ પેટ ફૂલવા  (Bloating) પર તમને પેટ ભરેલું લાગે છે અને કંઈ ખાવાનું મન કરતું નથી. કંઈક ખાવ એટલે પેટ જલ્દી ભરાય જાય છે. તેના ઘણા કારણ હોઈ શકે છે, જેમ કે પાચનતંત્ર નબળું હોવો, ગેસ બનવો, કબજીયાત, IBS એક જૂનો પાચન સંબંધી વિકાર અને કોઈ દવાઓ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેટ ફૂલવાની સમસ્યાથી તમને પરેશાની થઈ શકે છે પરંતુ તે સામાન્ય રીતે ગંભીર હોતું નથી. પરંતુ જો તમને પેટ ફૂલવાની સાથે-સાથે અન્ય લક્ષણ પણ અનુભવાય છે જેમ કે દુખાવો, મળમાં લોહી કે ઉલ્ટી થવી તો કોઈ આંતરિક સ્વાસ્થ્ય સમસ્યાનો સંકેત હોઈ શકે છે.


પેટ ફૂલવાની સમસ્યાનો શું ઈલાજ છે?
ભારતની જાણીતી ન્યૂટ્રિશનિસ્ટ અને ડાઇટીશિયન  Lovneet Batra તમને કેટલાક એવા સરળ ઉપાય જણાવી રહી છે, જેના દ્વારા તમે આ સમસ્યાથી રાહત મેળવી શકો છો.


આદુ
આદુને તેના પાચન ગુણો માટે ઓળખવામાં આવે છે, આદુ ગેસ અને પેટ ફૂલવાની સમસ્યા ઘટાડવામાં મદદ કરી શકે છે. આદુનું પાણી કે આદુવાળી ચા પીવાથી તમને જલ્દી ફાયદો થશે. 


પેટના સોજાનો રામબાણ ઈલાજ


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Lovneet Batra (@lovneetb)


ફુદીનો
આ જડીબુટ્ટી તમારા પાચનતંત્રને આરામ આપે છે અને પેટ ફૂલવાનું ઘટાડી શકે છે. તેથી તે માટે ફુદીનાનો ઉકાળો, ચા કે ગરમીના દિવસમાં ફુદીના અને લીંબુનું પાણી પી શકો છો.


દહીં
દહીમાં રહેલ પ્રોબાયોટિક્સ આંતરડાના સ્વાસ્થ્યને સપોર્ટ કરે છે, જે પેટ ફૂલવાનું ઘટાડી શકે છે. ગરમીમાં પેટ અને શરીરને ઠંડુ રાખવા અને પાચનને સારો બનાવવા માટે દહીં સારો ઉપાય છે. 


કેળા
પોટેશિયમથી ભરપૂર કેળા તરલ પદાર્થોના સંતુલનને બનાવી રાખવા અને શરીરમાં જાણી જમા થવાનું ઘટાડવામાં મદદ કરી શકે છે. તેનાથી શરીરને તત્કાલ ઉર્જા મળે છે અને પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. 


વરિયાળી
વરિયાળી ચાવવાથી કે વરિયાળીની ચા પીવાથી ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઇનલ સ્નાયુઓને આરામ મળે છે અને પેટ ફૂલવામાં રાહત મળે છે. તે પેટને ઠંડુ અને પાચન સારૂ બનાવવા માટે ઉપયોગી છે. 


ડિસ્ક્લેમરઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે. આ કોઈ પ્રકારની સારવારનો વિકલ્પ ન હોઈ શકે. વધુ જાણકારી માટે હંમેશા ડોક્ટરનો સંપર્ક કરો.