Disadvantages of momos: આજકાલ તો જ્યાં જુઓ ત્યાં ફાસ્ટફૂડનું બજાર ફૂલે ફાલે છે. બાળકોથી માંડીને મોટા સુધીના લોકો માટે તે ફેવરિટ બની ગયું છે. ફાસ્ટફૂડમાં મોટાભાગે એવી વસ્તુઓ હોય છે જે મેંદામાંથી બનતી હોય છે. જે સ્વાસ્થ્યને સીધી રીતે નુકસાન પહોંચાડે છે. આમ તો બધુ ફાસ્ટફૂડ લોકપ્રિય હોય છે પરંતુ મોમોઝ સૌથી ઉપર છે. આજકાલ તો દરેક ગલી દુકાન કે હોટલમાં તમને મોમોઝ જોવા મળી જશે. આ ખાનારાની  લાઈનમાં યુવાઓ અને કિશોરો વધુ જોવા મળશે. કેટલાક તો તેના નુકસાન અંગે પણ જાણતા હશે. પરંતુ આમ છતાં બેદરકાર બની રહ્યા છે. રાંચી રિમ્સના ન્યૂરો અને સ્પાઈન સર્જન ડો.વિકાસકુમારે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે જેમાં જણાવ્યું છે કે મોમોઝ  તમારા જીવનને બરબાદ કરવા માટે પૂરતા છે. તે માણસને અંદરથી ખોખલા બનાવવાનું કામ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી રીતે કરે છે નુકસાન


આ મોમોઝ તમારા શરીરને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે તે ખાસ જાણો....


આંતરડાઓ માટે ઘાતક
મોટાભાગના કિશોર, યુવા અને મહિલાઓ સાંજ પડતા જ મોમોઝનો સ્વાદ લેવા માટે દુકાનો સુધી પહોંચી જતા હોય છે. પરંતુ આમ કરવું ખોટું છે. કારણ કે મેંદામાંથી બનેલા મોમોઝ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. જે મેંદાથી મોમોઝ બને છે તે ઘઉનું જ એક ઉત્પાદન છે. પરંતુ તેમાંથી પ્રોટીન અને ફાઈબર  કાઢી નાખવામાં આવે છે. ત્યારબાદ ફક્ત મૃત સ્ટાર્ચ જ રહી જાય છે. આ પ્રોટીન રહીત મેંદો શરીરમાં જઈને હાડકાને શોષી લે છે. મેંદો અનેકવાર બરાબર ડાઈજેસ્ટ ન થવાથી આંતરડાઓમાં ચોંટી શકે છે અને આંતરડાને બ્લોક કરી શકે છે. 


કિડનીને નુકસાન
મોમોઝ અનેક બીમારી નોતરી શકે છે. તેના સેવનથી માણસ અનેક બીમારીઓના સકંજામાં ફસાઈ શકે છે. જેમાંથી બહાર કાઢવો મુશ્કેલ બને છે. હકીકતમાં જે મેંદાથી મોમોઝ બને છે તે મેદાને કેમિકલથી ચિપકાવવામાં આવે છે. આ કેમિકલને બેંજોયલ પેરોક્સાઈડ કહે છે. આ એ જ રાસાયણિક બ્લિચ છે જેનાથી ચહેરાની સફાઈ થાય છે. આવામાં આ બ્લિચ આપણા બોડીમાં જઈને કિડની અને પેનક્રિયાઝને પણ નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત મેંદો ડાયાબિટિસના જોખમને પણ વધારે છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube