Haldi ka Doodh Kise Nhi Peena Chahiye: હળદર ફક્ત એક મસાલો જ નહીં પરંતુ એક આયુર્વેદિક ઔષધિ પણ છે. હવામાન બદલાતા જ્યારે કોઈને ઊધરસ શરદી, તાવ આવે કે પછી આંતરિક ઈજા થાય તો તેને હળદરવાળું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. તેને દૂધ પીતા જ તરત આરામ મળવા લાગે છે. તેનું કારણ હળદરમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી સેપ્ટિક અને એન્ટી ઈન્ફલેમેટરીના ગુણ હોય છે જેના કારણે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે. જેના કારણે તે આપોઆપ રિકવર થવા લાગે છે. જો કે એવું પણ નથી કે આ દૂધ હંમેશા ફાયદાકારક રહે છે. કેટલાક મામલાઓમાં તે શરીરને નુકસાન પણ પહોંચાડી શકે છે. આજે અમે તમને એવા 4 લોકો વિશે જણાવીશું જેમણે ભૂલેચૂકે હળદરવાળું દૂધ ન પીવું જોઈએ. નહીં તો તેમના કિડની અને લિવર ફેલ થઈ શકે છે. જાણો કોણે હળદરવાળું દૂધ પીવાથી બચવું જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. એલર્જીથી પરેશાન લોકો
જે લોકોની તાસીર કઈ પણ ચીજ થાતા જ એલર્જી થવા લાગે તેવી હોય તો તેમણે હળદરવાળું દૂધ પીવાથી બચવું જોઈએ. જેનું કારણ એ છે કે હળદરની પ્રકૃતિ ગરમ હોય છે. આ પ્રકારનું દૂધ પીવાથી એલર્જી જોર પકડી શકે છે. 


2. લોહીની ઉણપવાળા લોકો
એવા લોકો કે જેમનામાં હીમોગ્લોબીન ઓછું બનતું હોય અને આયર્નની કમી હોય તેમણે હળદરવાળું દૂધ પીવું જોઈએ નહીં. આ પ્રકારનું દૂધ પીવાથી તે શરીરમાં આયર્નને શોષાવવા દેતું નથી. જેનાથી  હીમોગ્લોબીન બની શકતું નથી. એનીમિયાથી પરેશાન લોકોએ પણ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ. 


3. લિવર પ્રોબ્લમવાળા લોકો
જે લોકો લિવરની બીમારી સામે ઝઝૂમી રહ્યા હોય તેમને પણ હળદરવાળું દૂધ પીવાથી ફાયદાની જગ્યાએ નુકસાન થાય છે. તે પીવાથી તેમની લિવરની બીમારી વધી શકે છે . આથી તેઓ જેટલું તેનાથી દૂર રહેશે તેટલો ફાયદો રહેશે. 


4. કિડનીની સમસ્યાવાળા લોકો
એક રિસર્ચ મુજબ હળધરમાં કરક્યૂમિન નામનું તત્વ હોય છે. જેાં ઓક્સાલેટ્સ મોટા પ્રમાણમાં હોય છે. આ ઓક્સાલેટ્સ શરીરમાં કિડનીના પથરીના રોગને વધારી શકે છે અને કિડની ફેલ થવાનું જોખમ વધી શકે છે. 


(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube