Health Tips: આ ફળો ખાધા બાદ ભૂલેચૂકે પાણી ન પીવું જોઈએ, જાણો શું થઈ શકે છે નુકસાન
મોટાભાગના લોકો ખાવાનું ખાધા બાદ પાણી પીતા હોય છે. પરંતુ ભોજન કર્યા બાદ કે કઈ ખાધા બાદ પાણી પીવાની આદત સારી નથી. કેટલાક લોકોને ફળોના સેવન બાદ પણ તરત પાણી પીવાની આદત હોય છે. પરંતુ શું તમને એ વાતની ખબર છે કે આમ કરવાથી તમને કેટલું નુકસાન થઈ શકે છે.
મોટાભાગના લોકો ખાવાનું ખાધા બાદ પાણી પીતા હોય છે. પરંતુ ભોજન કર્યા બાદ કે કઈ ખાધા બાદ પાણી પીવાની આદત સારી નથી. કેટલાક લોકોને ફળોના સેવન બાદ પણ તરત પાણી પીવાની આદત હોય છે. પરંતુ શું તમને એ વાતની ખબર છે કે આમ કરવાથી તમને કેટલું નુકસાન થઈ શકે છે. કેટલાક ફળો એવા છે જેના સેવન બાદ પાણી પીવું ટાળવું જોઈએ. આવા જ કેટલાક ફળો વિશે આજે અમે તમને જણાવીશું.
જામફળ
મોટાભાગના લોકો જામફળ ખાધા બાદ પાણી પીતા હોય છે પરંતુ જામફળ ખાધા બાદ પાણી પીવું જોઈએ નહીં. કારણ કે આમ કરવાથી તમારું પાચન બગડી શકે છે. પાચન શક્તિ ન બગડે તે માટે જામફળ ખાધા બાદ પાણીનું સેવન ટાળવું જોઈએ.
કેળા
કેળા ખાધા બાદ પણ તરત પાણી પીવાથી બચવું જોઈએ. કારણ કે તેનાથી પણ પાચન સંબંધિત મુશ્કેલીઓ થઈ શકે છે. આથી કેળા ખાધા બાદ ભૂલેચૂકે પાણી પીવું જોઈએ નહીં.
નાસપતિ
નાસપતિનું સેવન કર્યા બાદ પાણી પીવાનું ટાળવું જોઈએ. કારણ કે જો તમે નાસપતિ ખાધા બાદ પાણી પીશો તો તમને શરદી કે ઉધરસની સમસ્યા થઈ શકે છે. આથી નાસપતિ ખાધા બાદ ભૂલેચૂકે પાણી ન પીવું જોઈએ.
માત્ર 30 સેકન્ડમાં ખબર પડી જશે કે દૂધ અસલી છે કે ભેળસેળવાળું, જાણો કેવી રીતે?
કપરા સમય માટે રહો તૈયાર...ભારતમાં ગરમીના કારણે માનવજાતિના અસ્તિત્વ પર જોખમ!
2 મોટા ગ્રહોની રેવતી નક્ષત્રમાં યુતિ, મિથુન સહિત 4 રાશિવાળાને કરાવશે બંપર આર્થિક લાભ
સફરજન
સફરજન આમ તો સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકરક હોય છે. પરંતુ જો તમે તેનું સેવન કર્યા બાદ પાણી પીશો તો તે તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આથી સફરજન ખાધા બાદ પાણી ન પીવું જોઈએ.
દાડમ
દાડમ પોષકતત્વોથી ભરપૂર હોય છે. તેમાં આયર્ન અને એવા અનેક તત્વો હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે લાભદાયી રહે છે. પરંતુ જો તમે દાડમ ખાધા બાદ પાણી પીશો તો તે તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે. આથી તેનું સેવન કર્યા બાદ પાણી ન પીવું જોઈએ.
(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube