Rusk With Tea: તમે પણ ચા સાથે ખાવ છો રસ્ક ? તો આજથી સુધારી લો આદત, જાણો કારણ
Rusk With Tea: કેટલીક વસ્તુઓ હોય છે જ એવી જેની લત લાગી જાય. ચા અને ટોસ્ટનું કોમ્બિનેશન પણ આવું જ છે. ચા સાથે ટોસ્ટ ખાવાની મજા તો ખૂબ જ આવે છે અને ટેસ્ટી પણ લાગે છે પરંતુ આ ટેસ્ટ સ્વાસ્થ્યને ભારી પડે છે. આ બંને વસ્તુનું સાથે સેવન કરવાથી કેટલીક શારીરિક સમસ્યાઓ વધી શકે છે.
Rusk With Tea: જો તમારા દિવસની શરૂઆત પણ ગરમાગરમ મસાલેદાર ચા સાથે થાય છે તો તેમાં કંઈ ખોટું નથી. ઘણા લોકોને ચા પીવાની આદત હોય છે.. આ આદતને છોડવી કે બદલવી મુશ્કેલ છે. પરંતુ તકલીફ ત્યારે છે જ્યારે તમને ગરમાગરમ ચા સાથે ટોસ્ટ એટલે કે રસ્ક ખાવાની આદત હોય. જો તમને ગરમાગરમ ચામાં ટોસ્ટ બોળીને ખાવાની આદત હોય તો આ વાત જાણ્યા પછી તમે તમારી આદત ચોક્કસથી બદલી દેશો. ચા સાથે રસ્ક ખાવાની આદત તમને બીમાર કરી શકે છે. આજે તમને ચા સાથે ટોસ્ટ ખાવાથી થતા નુકસાન વિશે જણાવીએ. આ વાત જાણ્યા પછી તમે જાતે જ નક્કી કરજો કે આ આદત બદલવી જોઈએ કે નહીં.
આ પણ વાંચો: Shavasana Benefits: સૌથી સરળ યોગ છે શવાસન, રોજ સવારે કરવાથી શરીરને થાય છે આ 10 ફાયદા
કેટલીક વસ્તુઓ હોય છે જ એવી જેની લત લાગી જાય. ચા અને ટોસ્ટનું કોમ્બિનેશન પણ આવું જ છે. ચા સાથે ટોસ્ટ ખાવાની મજા તો ખૂબ જ આવે છે અને ટેસ્ટી પણ લાગે છે પરંતુ આ ટેસ્ટ સ્વાસ્થ્યને ભારી પડે છે. આ બંને વસ્તુનું સાથે સેવન કરવાથી કેટલીક શારીરિક સમસ્યાઓ વધી શકે છે.
સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર રસ્ક બનાવવા માટે મેંદો, તેલ, ખાંડ જેવી ગ્લુટનથી ભરપૂર વસ્તુઓ વાપરવામાં આવે છે જે શરીર માટે હાનિકારક છે. જો તેને ચાની સાથે લેવામાં આવે તો તે લીવર અને કિડનીને પણ નુકસાન કરી શકે છે.
ચા અને રસ્કના કોમ્બિનેશનથી થતા નુકસાન
આ પણ વાંચો: Apple Cider Vinegar: રોજ 1 ચમચી વિનેગર પીવાથી શરીરને થાય છે આ ચમત્કારી ફાયદા
- એ વાત તો સૌ કોઈ જાણે છે કે તેલ મેંદો અને ખાંડ હાર્ટને નુકસાન કરે છે. આ ત્રણેય વસ્તુનો ભરપૂર ઉપયોગ ટોસ્ટ બનાવવામાં થાય છે. નિયમિત તેનું સેવન કરવાથી હાર્ટ સંબંધિત સમસ્યાઓ પણ વધી શકે છે.
- ચા સાથે ટોસ્ટ ખાવાથી ડાઇજેશન સિસ્ટમ પર પણ ખરાબ અસર પડે છે. તેનાથી પાચન વિક પડી જાય છે. કારણ કે ટોસ્ટ હળવો નાસ્તો લાગે છે પરંતુ તે સરળતાથી પચતા નથી.
આ પણ વાંચો: ગેસના કારણે પેટ ફુલીને થયું છે ફુગ્ગા જેવું ? આ 5 વસ્તુ ખાવાથી તુરંત મળશે આરામ
- રસ્ક સ્વાદિષ્ટ હોય છે પરંતુ તેમાં પોષક તત્વ ખૂબ જ ઓછા હોય છે તેનાથી પેટ ભરાય છે પરંતુ શરીરને જરૂરી ફાયદો થતો નથી.
- નિયમિત રીતે ચા સાથે રસ્ક ખાવાથી બ્લડ સુગર લેવલ વધે છે તેનાથી ડાયાબિટીસમાં સ્ટ્રોકનું જોખમ ઊભું થાય છે.
આ પણ વાંચો: Migraine: માઈગ્રેન માટે જવાબદાર આ 4 કારણોને દુર કરી દેશો તો દવા વિના મટી જશે દુખાવો
- મોટાભાગના રસ્ક મેંદાથી જ બનેલા હોય છે, જે શરીરમાં ફેટ વધારે છે. રસ્ક ખાવાથી પેટ ભરાતું નથી અને વારંવાર કંઈને કંઈ ખાવાની ઈચ્છા થાય છે જેના કારણે વજન પણ વધી જાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.