Monsoon Diet: ચોમાસુ શરૂ થાય એટલે ગરમીથી તો રાહત મળી જાય છે પરંતુ હકીકતમાં આ ઋતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સૌથી વધુ સંભાળવાની હોય છે. વરસાદી વાતાવરણમાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે ચોમાસુ પોતાની સાથે ઘણી બધી બીમારીઓ લઈને આવે છે. ખાસ કરીને એવા લોકો જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેમના માટે આ સમય ખૂબ જ સંભાળવાનું હોય છે. ચોમાસા દરમિયાન વાયરલ અને બેક્ટેરિયલ સંક્રમણ ઝડપથી ફેલાય છે. તેથી ચોમાસા દરમિયાન સ્વચ્છતા અને આહારનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. જેમકે સામાન્ય દિવસોમાં કેટલીક વસ્તુઓ ખાવી સ્વાસ્થ્ય માટે જરૂરી અને ફાયદાકારક હોય છે પરંતુ ચોમાસા દરમિયાન આ વસ્તુઓને ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે આ વસ્તુઓ ખાવાથી વરસાદી વાતાવરણમાં તબિયત બગડી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Headache: માથાના દુખાવામાં નહીં ખાવી પડે દવા, 10 મિનિટમાં માથું ઉતારી દેશે આ ઉપાય


ચોમાસા દરમિયાન ન ખાવા આ 5 શાક, ખાશો તો પેટમાં પડશે કીડા અને વધશે હોસ્પિટલના ધક્કા


10 રૂપિયાની આ વસ્તુ બ્લડ સુગર-કોલેસ્ટ્રોલને કરે છે કંટ્રોલ, 15 દિવસ ટ્રાય કરી જુઓ


ચોમાસા દરમિયાન દૂધ ઓછું પીવું અથવા તો ન પીવું હિતાવહ રહે છે. આયુર્વેદ નિષ્ણાંતો કહે છે કે ચોમાસાના દિવસોમાં દૂધનું સેવન ઓછું કરવું જોઈએ. કારણ કે આ ઋતુમાં દૂધ નુકસાન કરી શકે છે. ચોમાસા દરમિયાન દૂધ સહિતના ડેરી પ્રોડક્ટનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. કારણ કે આ પ્રકારના પ્રોડક્ટથી પેટમાં જર્મ્સ વધવાની શક્યતા વધી જાય છે.
 


ચોમાસા દરમિયાન દહીંનું સેવન કરવાનું પણ ટાળવું જોઈએ તેવું આયુર્વેદમાં કહેવાયું છે. આયુર્વેદ અનુસાર ચોમાસા દરમિયાન શરીરમાં વાતનો પ્રકોપ વધે છે. અને દહીંની તાસીર પણ ઠંડી હોય છે તેથી દહીં પાચન સંબંધિત સમસ્યા વધારી શકે છે. ખાસ કરીને જે લોકોને શરદી ઉધરસની તકલીફ વધારે રહેતી હોય તેમણે દહીં ખાવાનું ટાળવું જોઈએ.
 


જો તમે નિયમિત રીતે દૂધ પીતા હોય અને ચોમાસામાં પણ પીવું જ હોય તો દૂધમાં હળદર ઉમેરી તેને ગરમ કરીને પીવાનું રાખો. આમ કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને હળદરવાળું દૂધ પીવાથી વાયરલ બીમારીઓથી પણ બચી શકાય છે.
 


ચોમાસા દરમિયાન વરસાદ પડે એટલે લોકોને ભજીયા સહિતની તળેલી વસ્તુઓ ખાવાની ઈચ્છા વારંવાર થાય છે. પરંતુ આવી વસ્તુઓનું પણ સેવન વધારે કરવું નહીં. ચોમાસા દરમિયાન આવી વધારે કેલરી વાળી વસ્તુઓ ખાવાથી અપચો અને પેટની સમસ્યા થઈ શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે ચોમાસા દરમિયાન પચવામાં હળવી હોય તેવી વસ્તુઓનું જ સેવન કરવું જોઈએ.
 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)