Diet Tips: ફેબ્રુઆરી મહિનામાં ન ખાવી આ વસ્તુઓ, શરીર થઈ જશે મરિયલ, છિનવાઈ જશે શક્તિ
Diet Tips: જેમ જેમ વાતાવરણમાં ફેરફાર થાય છે તેમ તેમ આહારમાં પણ ફેરફાર કરવા જોઈએ. ફેબ્રુઆરી મહિનો હવે શરુ થવાનો છે ત્યારે આ સમયે શું ખાવું અને શું ન ખાવું તે જાણવું જરૂરી છે. આ મહિનામાં હેલ્ધી રહેવું હોય તો કેટલીક વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.
Diet Tips: આયુર્વેદ અનુસાર વ્યક્તિએ સ્વસ્થ રહેવું હોય તો વાતાવરણ અનુસાર ખાવા પીવામાં ફેરફાર કરવા જોઈએ. કારણ કે દરેક પ્રકારના આહારની ખાસ તાસીર હોય છે. પરંતુ મોટાભાગના લોકો આહારની તાસીરને સમજતા નથી અને પરિણામે તેમને સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડે છે. ખાવા પીવાની કેટલીક વસ્તુઓ એવી હોય છે જે તાસીર ઠંડી હોય છે અને કેટલીક વસ્તુઓ ગરમ તાસીરની હોય છે. બદલતા વાતાવરણમાં આ બાબતોને ધ્યાનમાં રાખીને આહારમાં પણ ફેરફાર કરવા જોઈએ.
આ પણ વાંચો: Migraine: માઈગ્રેન હોય તેણે આ 5 વસ્તુ ન ખાવી, ખાધાની થોડી જ વારમાં દુખવા લાગશે માથું
ફેબ્રુઆરી મહિનો હવે શરૂ થવાનો છે. ફેબ્રુઆરી મહિનામાં વાતાવરણમાં ફેરફાર થવાની શરૂઆત થઈ જાય છે. આ સમયે કેટલીક વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. રોજિંદા આહારમાં વપરાતી કેટલીક વસ્તુઓ એવી હોય છે જે આ સમયે ખાવામાં આવે તો શક્તિશાળી શરીર પણ મરિયલ જેવું થઈ જાય છે.
ફેબ્રુઆરી મહિનાનું વાતાવરણ
આ પણ વાંચો: આ સસ્તા ડ્રાયફ્રુટની શક્તિ કાજુ-બદામ કરતાં પણ વધારે, આ સમસ્યા હોય એવા લોકોએ રોજ ખાવુ
ફેબ્રુઆરી મહિનામાં વાતાવરણ એવું હોય છે જ્યારે વધારે ઠંડી હોતી નથી. દિવસ દરમિયાન તડકો પડવા લાગે છે અને વાતાવરણમાં ગરમીની શરૂઆત પણ થઈ જાય છે. ફેબ્રુઆરી મહિનામાં સવારે અને રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે. આ મહિનામાં ડબલ ઋતુ હોય છે. તેથી દિવસ દરમિયાન ખાવા પીવામાં પણ કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ અને કેટલીક વસ્તુને ખાવાનું ટાળવું જોઈએ.
આ પણ વાંચો: બસ 5 મિનિટમાં શરીરનો થાક, આળસ અને સ્ટ્રેસ દુર થશે, આ પોઈન્ટ દબાવવાથી જાદુઈ અસર થશે
તરબૂચ અને શક્કરટેટી
માર્કેટમાં તરબૂચ અને શક્કરટેટી અત્યારથી જ મળવા લાગે છે. આ ફળ ખાવાનો યોગ્ય સમય મે મહિનાથી જૂન મહિનાનો હોય છે. જો તમે ફેબ્રુઆરી મહિનામાં જ તરબૂચ અને શક્કરટેટી ખાવા લાગો છો તો તબિયત બગડે છે. ગરમીની શરૂઆત થઈ ગઈ હોવા છતાં પણ ફેબ્રુઆરી મહિનામાં આ વસ્તુઓ ખાવાથી બચવું કારણકે તેમની તાસીર ઠંડી હોય છે અને તે તબિયત બગાડી શકે છે.
આ પણ વાંચો: 7 દિવસ પીવો બીટ અને આમળાનો જ્યૂસ, સ્વાસ્થ્ય અને ત્વચા સંબંધિત આ 5 ફાયદા દેખાવા લાગશે
ડેરી પ્રોડક્ટ
ફેબ્રુઆરી મહિનામાં ડેરી પ્રોડક્ટનો ઉપયોગ પણ શક્ય હોય ત્યાં સુધી ટાળવો. આ મહિનામાં તડકાની સાથે ઠંડી હવા પણ હોય છે. આ મહિનામાં ક્યારેક ગરમી તો ક્યારેક ઠંડીનું વાતાવરણ હોય છે. આ પ્રકારે બદલતા વાતાવરણમાં શરદી અને ઉધરસ ઝડપથી થાય છે. તેથી ફેબ્રુઆરી મહિનામાં દહીં, લસ્સી, છાશ વગેરે વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ તેનાથી કફની સમસ્યા થઈ શકે છે.
આ પણ વાંચો: Rice: આ 2 પ્રકારના ચોખા આપણા માટે બેસ્ટ, ખાવાથી વજન અને બ્લડ શુગર રહેશે કંટ્રોલમાં
જે લોકોની સ્કીન ઓઇલી હોય તેમણે ફેબ્રુઆરી મહિનામાં આ પ્રકારની વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. વાતાવરણમાં થતા ફેરફારની અસર સ્કીન પર થાય છે અને આહારની અસર પણ સ્કીન પર તુરંત દેખાય છે. તેથી શક્ય હોય ત્યાં સુધી ડેરી પ્રોડક્ટનો ઉપયોગ ઓછો કરવો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)