Health Tips: ઠંડીની શરુઆત થઈ ચુકી છે અને વહેલી સવારે તેમજ રાત્રે વાતાવરણમાં ઠંડક અનુભવાય છે. શિયાળાના આ સમયમાં રોગ થવાનું જોખમ પણ વધી જાય છે. આ ઋતુમાં મોટાભાગના લોકો શરદી અને ઉધરસની સમસ્યાથી પીડાતા હોય છે. તેનું કારણ હોય છે લોકોની ખાવાપીવાની ખોટી આદતો. શિયાળા દરમિયાન ખવાતી કેટલીક વસ્તુઓ સ્વાસ્થ્ય ખરાબ કરે છે. જો તમે આ શિયાળામાં પોતાને ફિટ રાખવા માંગો છો તો તમારા આહારમાંથી કેટલીક વસ્તુઓની બાદબાકી કરી દેવી. આ વસ્તુઓનું સેવન કરવાથી તમારુ સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Cold And Flu: શિયાળામાં કરો આ 5 વસ્તુઓનું સેવન, 2 દિવસમાં મટી જશે શરદી-ઉધરસ


શિયાળામાં ન ખાવી વસ્તુઓ 


તૈયાર જ્યુસ 


શિયાળામાં ડબ્બાના પેક તૈયાર જ્યુસ ન પીવા. કારણ કે આવા જ્યુસમાં સુગર વધારે હોય છે અને તેના કારણે તમારા શરીરમાં શ્વેત રક્તકણોની ક્ષમતા નબળી પડી જાય છે. તેથી શિયાળાની ઋતુમાં તૈયાર જ્યુસ પીવાનું ટાળવું જોઈએ. આ જ્યૂસ પીવાથી તમને ઘણી બીમારીઓ થઈ શકે છે.


આ પણ વાંચો: Acidity થી તુરંત રાહત આપે છે આ ફુડ, વારંવાર થતી હોય એસિડિટી તો આજથી ખાવાનું કરો શરુ


ડેરી ઉત્પાદનો 


શિયાળામાં ડેરી ઉત્પાદનોનું સેવન ટાળવું જોઈએ. તેનું સેવન કરવાથી તમને ઈન્ફેક્શન અને છાતીમાં કફ જામવા જેવી સમસ્યા થઈ શકે છે. કારણ કે તેનું સેવન કરવાથી કફની સમસ્યા થાય છે.


રેડ મીટ


શિયાળામાં રેડ મીટ ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે રેડ મીટમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે જેના કારણે ગળામાં મ્યૂકસ થવાનું જોખમ વધી જાય છે. તેથી શિયાળાની ઋતુમાં રેડ મીટ ખાવાનું ટાળવું જોઈએ.


સલાડ ખાવાનું ટાળો


શિયાળામાં કાચો ખોરાક ખાવાથી શરદી અને ઉધરસનું જોખમ વધી જાય છે. તેથી આ ઋતુમાં સલાડ ખાવાથી બચવું જોઈએ.


આ પણ વાંચો: Diabetes ના દર્દી માટે ઔષધી છે આ 3 વસ્તુ, બ્લડ સુગરને તુરંત કરે છે કંટ્રોલ


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)