Health Tips: દૂધનું નામ આવે એટલે દરેક વ્યક્તિના મનમાં તેને પીવાથી થતા ફાયદા વિશે જ વિચાર આવે. આ વાત સાચી પણ છે કારણ કે દૂધ પીવાથી શરીરને તાકાત મળે છે. દૂધ સંપૂર્ણ આહાર કહેવાય છે કારણ કે તેમાં દરેક પ્રકારના પોષક તત્વો હોય છે જે શરીર માટે જરૂરી છે. દરેક વ્યક્તિએ નિયમિત રીતે એક ગ્લાસ દૂધ પીવું જોઈએ. જોકે અનેક ફાયદા કરતું દૂધ પણ શરીરને નુકસાન પહોંચાડી શકે છે. જો તમે દૂધ પીવો ત્યારે તેની સાથે કેટલીક વસ્તુઓનું સેવન કરો છો તો દૂધથી થતા ફાયદા નુકસાનમાં બદલી જાય છે. તો ચાલો તમને પણ જણાવીએ કે એવી કઈ વસ્તુઓ છે જેનું સેવન દૂધની સાથે કે દૂધ પીધા પછી તુરંત કરવું જોઈએ નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Water After Meals: જમ્યા પછી તરત જ પાણી ન પીવું, નહીં તો થશે આ 5 સમસ્યાઓ


મૂળા


મૂળામાં સલ્ફ્યુરિક એસિડ હોય છે જે દૂધની સાથે રિએક્ટ કરે છે જો દૂધ પીધા પછી મૂળા ખાવામાં આવે તો પેટમાં દુખાવો, ઉલટી, ગેસ જેવી સમસ્યાઓ થઈ શકે છે. 


ખાટા ફળ


દૂધ સાથે ખાટા ફળ જેવા કે સંતરા લીંબુ મોસંબી ભૂલથી પણ ખાવા નહીં. તેમાં સાઈટ્રિક એસિડ હોય છે. અને દૂધમાં કેલ્શિયમ હોય છે. વૈજ્ઞાનિક નિયમ અનુસાર જો કેલ્શિયમ અને સાઈટ્રિક એસિડ એક સાથે શરીરમાં જાય તો તે રિએક્શન કરી શકે છે.


આ પણ વાંચો: Health Tips: અસંતુષ્ટ લવ લાઈફ માટે વરદાન છે આ ફૂલ, શારીરિક દુર્બળતા એકવારમા થશે દુર


પ્રોટીનથી ભરપૂર આહાર


દૂધ પ્રોટીનથી ભરપૂર આહાર છે તેની સાથે જો તમે પ્રોટીન રીચ ફૂડ પ્રોડક્ટનું સેવન કરો છો તો તેનાથી પણ પાચનતંત્ર પર દબાણ વધે છે અને પાચન સંબંધિત સમસ્યા થાય છે. 


દહીં


આયુર્વેદ અનુસાર દૂધમાંથી જ બનતું દહીં દૂધની સાથે લેવું ઘાતક સાબિત થાય છે. દૂધ અને દહીંનું કોમ્બિનેશન શરીર માટે ખતરનાક છે. દૂધ અને દહીંનું સાથે સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે.


આ પણ વાંચો: Joint Pain: શિયાળામાં સાંધાના દુખાવાથી છુટકારો અપાવશે આ 3 લીલા પાન


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)