Ashwagandha: ચોમાસા દરમિયાન શરદી ઉધરસ સિવાય તાવ પણ વધારે ઝડપથી ફેલાય છે. ચોમાસાના સમયમાં તાવ આવે તે સામાન્ય વાત છે. તેથી જ લોકો તાવ આવે ત્યારે દવા લેવાની બદલે ઘરગથ્થુ ઉપચાર કરવાનું પસંદ કરે છે. કેટલાક લોકો આયુર્વેદિક ઔષધીઓ પણ લેતા હોય છે. ઘણા લોકો તાવ આવે ત્યારે અશ્વગંધાનું સેવન પણ કરે છે. પરંતુ આયુર્વેદ અનુસાર તાવ આવે ત્યારે અશ્વગંધા લેવી જોઈએ નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ચિયા સીડ્સ સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ગુણકારી, સેવનથી થાય છે આટલા ફાયદા


ડેન્ગ્યુ થયા બાદ ઝડપથી ઘટતા બ્લડ કાઉન્ટને વધારે છે આ 2 છોડનો રસ, તુરંત આવશે રિકવરી


ડાયાબિટીસના દર્દીઓ માટે બેસ્ટ છે આ 4 લોટ, આ લોટની રોટલી ખાવાથી કંટ્રોલમાં રહેશે સુગર


અશ્વગંધા પાવડર અને ટેબલેટ બંને રીતે ખાઈ શકાય છે. અશ્વગંધા ખાવાથી શરીરની ઘણી બીમારીઓ દૂર થઈ શકે છે. અશ્વગંધા થી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને કોરોના જેવી બીમારી પણ દૂર રહે છે. પરંતુ તેમ છતાં તાવ આવે ત્યારે અશ્વગંધા લેવાનું ટાળવું જોઈએ.


અશ્વગંધા આયુર્વેદિક ઔષધી છે પરંતુ તાવમાં તે શરીરને ફાયદાને બદલે નુકસાન પણ કરી શકે છે. જ્યારે તાવ આવ્યો હોય ત્યારે અશ્વગંધા ખાવાથી તબિયત વધારે બગડી શકે છે. કારણ કે અશ્વગંધાનું પાચન સરળ નથી હોતું. તાવ સમયે પાચનતંત્ર પ્રભાવિત થયું હોય છે તેવામાં અશ્વગંધા ખાવાથી પાચન સંબંધિત સમસ્યા વધી શકે છે. તાવ આવ્યો હોય ત્યારે અશ્વગંધા ખાવાથી કબજિયાત, ગેસ, અપચો જેવી સમસ્યા થઈ શકે છે.


જોકે અશ્વગંધા શરીરને એનર્જી આપે છે અને ફાયદો પણ કરે છે પરંતુ વધારે પ્રમાણમાં તેનું સેવન કરવાથી નુકસાન પણ થઈ શકે છે. અશ્વગંધાનું સેવન કરતાં પહેલાં આયુર્વેદિક નિષ્ણાતની સલાહ જરૂરથી લેવી કારણ કે તેનો વધારે ઉપયોગ કરવાથી લીવર સંબંધિત સમસ્યા થઈ શકે છે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)