Winter Morning walk: સ્વસ્થ રહેવા માટે દરેક વ્યક્તિ મોર્નિંગ વોક કરવાનું પસંદ કરે છે. સવારની તાજી હવા તમારા મનને શાંત કરે છે અને તમારા શરીરને અનર્જી આપે છે, પરંતુ શિયાળાની ઋતુમાં મોર્નિંગ વોક દરમિયાન કરવામાં આવતી કેટલીક ભૂલો તમને નુકસાન પહોંચાડી શકે છે. કેટલીકવાર તમારી આ આદતો સ્વાસ્થ્ય માટે ખતરો ઉભો કરી શકે છે. આને અવગણી શકાય નહીં. ચાલો જાણીએ કે મોર્નિંગ વોક દરમિયાન તમારે કંઈ ભૂલો ન કરવી જોઈએ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોર્નિંગ વોક કરતા સમય ગરમ કપડાં પહેરો
ઘણા લોકો શિયાળામાં મોર્નિંગ વોક પર જતા સમયે બહુ ઓછા કપડાં પહેરે છે અથવા તો પાતળી ટી-શર્ટ પહેરીને જ બહાર જાય છે. શક્ય છે કે ચાલવા દરમિયાન તમને ગરમી લાગતી હોય, પરંતુ તેમ છતાં તમારે ગરમ કપડાં પહેરવા જોઈએ. શિયાળામાં ફૂંકાતો ભારે પવન તમને નુકસાન પહોંચાડી શકે છે. આ કારણે તમને શરદી થવાનું જોખમ રહે છે અને આ હવા તમારા ફેફસાંને પણ નુકસાન પહોંચાડે છે.


નવા વર્ષની ખેડૂતોને ભેટ! સરકારનો મોટો નિર્ણય, એક્સ્ટ્રા સબસિડીની કરાઈ જાહેરાત


શરીરને હાઇડ્રેટ રાખો
શિયાળામાં મોર્નિંગ વોક કરતા પહેલા શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે. ઘણા લોકો શિયાળામાં ઓછું પાણી પીવે છે, જે તેમના શરીરને નુકસાન પહોંચાડે છે. તેથી, આ વાતનું ધ્યાનમાં રાખો કે તમારે મોર્નિંગ વોક માટે જતા પહેલા પાણી પીવું જોઈએ. તેના માટે તમારે સવારે ઉઠતાની સાથે જ 1 ગ્લાસ પાણી પીવું જોઈએ. હાઇડ્રેટ રહેવાથી એનર્જી લેવલ વધે છે અને વોક દરમિયાન તમને તરસ નથી લાગતી.


રોહિત શર્માની જગ્યાએ કોણ બનશે ભારતીય ટીમનો કેપ્ટન? BCCIની સામે આ છે 4 મોટા દાવેદાર


માસ્ક પહેરવું જરૂરી
શિયાળાની ઋતુમાં જો તમે ધુમ્મસમાં મોર્નિંગ વોક કરવા જઈ રહ્યા છો તો માસ્ક પહેરીને બહાર નીકળો. તેનાથી ઈન્ફેક્શનનો ખતરો ઓછો રહે છે. જો બહાર ધુમ્મસ વધારે હોય તો આવી સ્થિતિમાં તમે મોર્નિંગ વોકનો સમય પણ બદલી શકો છો, એવું જરૂરી નથી કે તમે શિયાળામાં પણ નિશ્ચિત સમયે જ બહાર મોર્નિંગ વોક કરવા જાઓ. આનાથી તમે ધુમ્મસના કારણે થતી સમસ્યાઓથી પણ બચી શકો છો.


Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.