Heartburn Causes: છાતીમાં બળતરા ની સમસ્યા મોટાભાગના લોકોને થતી હોય છે. આવી સમસ્યા થાય ત્યારે લોકો તેને એસિડિટી સમજીને તેની અવગણ ના કરે છે. પરંતુ જો વારંવાર છાતીમાં બળતરાની તકલીફ થતી હોય તો તે ફક્ત એસીડીટી ના કારણે હોય નહીં. તેની પાછળ કેટલાક ગંભીર કારણ પણ જવાબદાર હોઈ શકે છે તેથી વારંવાર થતી છાતીમાં બળતરાની સમસ્યાને અવગણના કરવી નહીં. આજે તમને જણાવીએ કે કયા કારણોસર છાતીમાં વારંવાર બળતરા થતી હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છાતીમાં બળતરા થવાના કારણો


આ પણ વાંચો: 


શરીરમાં થતા આ 5 પ્રકારના દુખાવા પ્રત્યે ન રહેવું બેદરકાર, હોય શકે છે ગંભીર બીમારીનું


ભૂખ્યા પેટ તરબૂચ ખાવાની ભુલ કરવાથી વધે છે આ બીમારીઓ થવાનું જોખમ


કેરીને ખાતા પહેલા શા માટે પાણીમાં પલાળવી હોય છે જરુરી જાણો છો ?


ખરાબ આહાર શૈલી


જો તમે મસાલેદાર ખાવાનું પસંદ કરતા હોય અને નિયમિત રીતે આવું જ ભોજન કરતા હોય ત્યારે પણ તમને છાતીમાં બળતરા ની ફરિયાદ રહી શકે છે. જો તમને છાતીમાં બળતરા ની તકલીફ વારંવાર થતી હોય તો મસાલેદાર ખોરાક ખાવાનું ટાળો. આ સિવાય પિઝા બર્ગર કોલ્ડ્રિંક જેવી વસ્તુઓનું સેવન કરવાથી પણ છાતીમાં બળતરા થઈ શકે છે.


ધુમ્રપાન


જે લોકો વધારે પ્રમાણમાં સિગરેટ પીતા હોય તેમને પણ છાતીમાં બળતરા ની ફરિયાદ રહી શકે છે આવું એટલા માટે થાય છે કે સિગરેટનો ધુમાડો છાતીને અંદર સુધી પ્રભાવિત કરે છે તેના કારણે છાતીમાં બળતરા અને દુખાવો થઈ શકે છે.


સ્ટ્રેસ


સ્ટ્રેસના કારણે પણ છાતીમાં બળતરાની ફરિયાદ થઈ શકે છે. સ્ટ્રેસના કારણે પેનિક એટેકનું જોખમ પણ રહે છે આ સમસ્યા હાર્ટ એટેકનું કારણ પણ બની શકે છે. આ સમસ્યાના કારણે પણ છાતીમાં બળતરા વારંવાર થઈ શકે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)