Healthy Lifestyle: જમ્યા પછી આ 7 કામ કરવાથી ખરાબ થાય છે તબિયત, 2 કામ તો 99 ટકા લોકો રોજ કરે
Healthy Lifestyle: લોકોની રોજની કેટલીક ભૂલના કારણે જ શરીર રોગનું ઘર બની જાય છે. ખાસ કરીને જમ્યા પછી કેટલાક કામ એવા હોય છે જેને કરવાથી શરીરમાં નાની મોટી સમસ્યાઓ થયા જ કરે છે. 99% લોકો જમ્યા પછી આ ભૂલ કરતા જ હોય છે.
Healthy Lifestyle: આજના સમયમાં નિરોગી શરીર હોય તે વાત વરદાન સમાન છે. કારણ કે લોકોની લાઈફ સ્ટાઈલ જ એવી થઈ ગઈ છે કે તેઓ સામે ચાલીને રોગને આમંત્રણ આપે છે. લોકોની રોજની કેટલીક ભૂલના કારણે જ શરીર રોગનું ઘર બની જાય છે. ખાસ કરીને જમ્યા પછી કેટલાક કામ એવા હોય છે જેને કરવાથી શરીરમાં નાની મોટી સમસ્યાઓ થયા જ કરે છે. 99% લોકો જમ્યા પછી આ ભૂલ કરતા જ હોય છે. જેના કારણે તબિયત પર અસર થાય છે. આજે તમને એવા 7 કામ વિશે જણાવીએ જેને જમ્યા પછી ક્યારેય કરવા નહીં. જે પણ વ્યક્તિ જમ્યા પછી આ 7 માંથી એક પણ કામ કરે તેના શરીરમાં કોઈને કોઈ સમસ્યા રહે જ છે.
જમ્યા પછી ન કરો આ 7 કામ
આ પણ વાંચો: શરીરમાં વધેલા બેડ કોલેસ્ટ્રોલને તુરંત કંટ્રોલ કરે છે આ 5 વસ્તુઓ, ડાયટમાં કરો સામેલ
- ઘણા લોકોના ઘરમાં રાત્રે જમ્યા પછી લોકો ફ્રુટ ખાવાનું પસંદ કરે છે. પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે જમ્યા પછી ક્યારેય ફળ ખાવા નહીં. જમ્યા પછી ફળ ખાવાથી ગેસની સમસ્યા થાય છે.
- ઘણા લોકોને જમ્યા પછી તુરંત જ સિગરેટ પીવાની આદત હોય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે જમ્યા પછી તુરંત જ સિગરેટ પીવાથી કેન્સરનું જોખમ અનેક ઘણું વધી જાય છે.
- કેટલાક લોકોને જમ્યા પછી તુરંત જ પલંગમાં આડા પડી જવાની આદત હોય છે. જમ્યા પછી ક્યારેય સુઈ જવું નહીં. રાત્રે તો જમ્યાના બે કલાક પછી જ સૂવાનું રાખવું જોઈએ.
આ પણ વાંચો: ઘરમાં રહેલી 2 વસ્તુથી બનેલું ચૂર્ણ 21 દિવસમાં ડાયાબિટીસ સહિતની સમસ્યાનો કરશે ખાતમો
- ઘણા લોકોને એવી આદત હોય છે કે જમ્યા પછી તુરંત જ બ્રશ કરે. પરંતુ જમ્યા પછી તુરંત બ્રશ કરવાથી દાંત ઉપરનું ઈનિમલ ખરાબ થઈ જાય છે. કંઈ પણ ખાધા પીધા પછી થોડા કલાક પછી જ બ્રશ કરવું જોઈએ.
- ઘણા લોકો જમ્યા પછી ખુરશી પર આરામથી ગોઠવાઈ જાય છે. આમ કરવાથી પેટ અને કમરની ચરબી વધે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે જમ્યા પછી 10 મિનિટ સુધી બેસવું જોઈએ નહીં. જમ્યા પછી તમે થોડું ચાલી શકો છો અથવા તો અન્ય કામ પતાવી શકો છો.
આ પણ વાંચો: રોજ સવારે ખાલી પેટ 1 ચમચી ઘી પી લેવું, શરીરની 6 સમસ્યા દવા વિના થઈ જાશે દુર
- જે લોકો ચા પીવાના શોખીન હોય તેમને જમ્યા પછી પણ ચા પીવાની આદત હોય છે. જમ્યા પછી ક્યારેય ચા પીવી નહીં ખાસ કરીને રાતના સમયે. આ સમયે ચા પીવાથી પાચનની સમસ્યા થાય છે અને સૌથી વધારે એસીડીટી રહે છે.
- અનેક લોકો રાત્રે જમ્યા પછી થોડી જ વારમાં નહાવા જતા રહે છે. જમ્યા પછી તુરંત નહાવાથી પાચન સંબંધિત સમસ્યાઓ રહે છે. નહાવાથી પાચનક્રિયા ધીમી થઈ જાય છે. તેથી જમ્યાના થોડા કલાક પછી જ નહાવું જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)