Healthy Habits: શરીરમાં સતત થાક અને નબળાઈ અનુભવાય તો કોઈ કામ કરવામાં મન નથી લાગતું. ખાસ કરીને ઠંડીના દિવસોમાં આવું ઘણીવાર થાય છે કે બેડમાંથી ઊભું થવાનું જ મન ન થાય અને દરેક કામ કરવામાં આળસ અનુભવાય. જો તમને પણ આખો દિવસ થાક અનુભવાતો હોય અને કોઈ જ કામ કરવાનું મન ન થતું હોય તો તમે આજથી જ આ ટિપ્સ ફોલો કરવા લાગો. સવારે જાગ્યા પછી જો તમે આ ટિપ્સ ફોલો કરશો તો તમને આખો દિવસ કામ કરવાની એનર્જી મળશે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એનર્જી બુસ્ટ કરવા સવારે કરો આ કામ


આ પણ વાંચો: લવિંગ ખાવા કરતાં લવિંગવાળુ દૂધ પીવાથી શરીરને થશે લાભ, જાણો 4 ચમત્કારી ફાયદા વિશે


સવારે વહેલા જાગી જવું


શિયાળામાં મોડે સુધી ઊંઘવાની ઈચ્છા થાય છે પરંતુ હંમેશા સવારે જલ્દી જાગી જવું. સવારે વહેલા જાગી જવાથી દિવસની શરૂઆત શાંતિથી અને સારી રીતે કરી શકાય છે.


ગરમ પાણી પીવું


સવારની શરૂઆત હુંફાળું પાણી પીને કરવી જોઈએ. હુંફાળું પાણી પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે અને શરીરને જરૂરી એનર્જી પણ મળે છે. આ સિવાય દિવસ દરમિયાન આઠથી દસ ગ્લાસ પાણી પીવું.


આ પણ વાંચો: શિયાળામાં અર્જુનની છાલ અને આમળાના રસનું રોજ કરો સેવન, બેડ કોલેસ્ટ્રોલનો થશે સફાયો


એક્સરસાઇઝ કરો


આખો દિવસ શરીરમાં એનર્જી રહે તે માટે દિવસની શરૂઆત એક્સરસાઇઝથી કરવી જોઈએ. જો તમે જીમમાં ન જઈ શકો તો ઘરે પણ કેટલીક સરળ એક્સરસાઇઝ અને યોગ કરીને તમારું સ્વાસ્થ્ય સારું રાખી શકો છો. દિવસે જો તમે 30 મિનિટ પણ હળવી એક્સરસાઇઝ કરો છો તો મન ફ્રેશ થઈ જાય છે અને સાથે જ શરીરનું એનર્જી લેવલ વધી જાય છે. 


આ પણ વાંચો: હંમેશા ફિટ રહેવું હોય તો રોજ આ રીતે ખાવા 2 અંજીર, બીપી-ડાયાબિટીસમાં પણ થશે ફાયદો


રોજ નહાવું


ઘણા લોકો શિયાળામાં સવારે નહાવાનું ટાળે છે. પરંતુ શિયાળામાં રોજ નહાવું શરીર માટે જરૂરી છે તેનાથી થાક દૂર થઈ જાય છે અને શરીરમાં બ્લડ સર્ક્યુલેશન પણ સારી રીતે થાય છે.


હેલ્ધી નાસ્તો કરો


હેલ્ધી રહેવા માટે હેલ્ધી ડાયટ પણ જરૂરી છે. ખાસ કરીને દિવસની શરૂઆત પૌષ્ટિક નાસ્તા સાથે કરવામાં આવે તે જરૂરી છે. હેલ્ધી નાસ્તો કરશો તો તમને આખો દિવસ કામ કરવાની એનર્જી મળશે.


આ પણ વાંચો: Garlic and Honey: રોજ સવારે સાદું લસણ નહીં આ ખાસ ઔષધીવાળું લસણ ખાવાથી બીમારી થશે દુર


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)