નવી દિલ્હીઃ મગજ આપણા શરીરનો સૌથી જરૂરી ભાગ હોય છે. મગજની તાકાત વધારવા માટે કેટલીક આદતો અપનાવી શકો છો. આ લેખમાં આજે અમે તમને તે પાંચ આદતો વિસે જણાવીશું જે મગજની કાર્યપદ્ધતિને મજબૂત કરવામાં મદદ કરશે. ડેલી રૂટીનમાં આ પાંચ આદતો અપનાવી તમે મગજનો પાવર વધારી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક્સરસાઇઝ
એક્સરસાઇઝ ન માત્ર શારીરિક હેલ્થ પરંતુ મેન્ટલ હેલ્થ માટે પણ ખુબ જરૂરી હોય છે. દરરોજ એક્સરસાઇઝ કરવાથી બ્લડ સર્કુલેશન સારૂ રહે છે, જેના કારણે મગજને વધુ ઓક્સીજન મળે છે. આ સિવાય માનસિક તણાવ ઓછો થઈ જાય છે. દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરવી જોઈએ.


હેલ્ધી ડાયટ
બ્રેન હેલ્થ માટે હેલ્ધી ડાયટ ખુબ જરૂરી હોય છે. ડાયટમાં લીલા શાકભાજી, ફળ, મેવા, બીજ, માછલી અને આખા અનાજનું સેવન કરી શકો છો. આ ફૂડ્સમાં વિટામિન, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે, જે બ્રેન ફંક્શનને વધારવામાં મદદ કરે છે. 


પૂરતી ઊંઘ
મેન્ટલ હેલ્થ માટે દરરોજ 8 કલાક આરામ કરો. નીંદર પૂરી થવાથી મગજને આરામ મળે છે. સારી અને ગાઢ નીંદર માટે સ્ક્રીન ટાઈમ ઓછો કરો. દરરોજ કસરત કરો.


મેડિટેશન
ધ્યાન અને મેડિટેશન માનસિક સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે. મેડિટેશન કરવાથી મગજ શાંત રહે છે. મેડિટેશનથી ધ્યાન કેન્દ્રીત રહે છે. દરરોજ 10થી 15 મિનિટ ધ્યાન જરૂર કરો.


ડિસ્ક્લેમર
અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.