Drinking Tea In Morning: ઘણા લોકોને એવી આદત હોય છે કે સવારે ઊઠતાની સાથે જ તેમને ગરમાગરમ ચા પીવા જોઈએ છે. જો તેમને સવારે ચા ન મળે તો દિવસની શરૂઆત સારી નથી થતી. પરંતુ સવારે ખાલી પેટ ચા પીવી કેટલી યોગ્ય છે? તે જાણવું પણ જરૂરી છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર ચાની પીએચ વેલ્યુ છ હોય છે. જેના કારણે ખાલી પેટ ચા પીવાથી આંતરડા પર એક પડ જમવા લાગે છે. આ કારણ છે કે સવારે ચા ને બદલે સૌથી પહેલા હુંફાળું ગરમ પાણી પીવું જોઈએ. ત્યાર પછી ચા પીવામાં આવે તો એસિડિક ઇફેક્ટ ઓછી થઈ જાય છે અને પેટને નુકસાન પણ થતું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


આ વસ્તુઓ ખાવાથી હાડકાં થઈ જાય છે પોલા, તમે ખાતા હોય તો આજથી જ બદલો આદત


પગના તળીયામાં થતી બળતરાની ન કરવી અવગણના, આ ગંભીર સમસ્યાના કારણે પણ થઈ શકે છે તકલીફ


રોજ સવારે સુકા ધાણાનું પાણી પીવાથી શરીરમાંથી દુર થાય છે Bad Cholesterol


સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર સવારે ખાલી પેટ ચા પીવાથી ગેસ અને એસિડિટીની ફરિયાદ પણ રહે છે. જો તમે નિયમિત રીતે સવારે ખાલી પેટ ચા પીવો છો તો તમારા પેટમાં એસિડનું પ્રમાણ વધી જાય છે અને તમારી તબિયત ખરાબ રહેવા લાગે છે. માત્ર પેટ માટે જ નહીં પરંતુ સવારે ચા પીવી દાંત માટે પણ નુકસાનકારક છે. સવારે સૌથી પહેલા ચા પીવાથી દાંત ઉપરનું પડ ખરાબ થવા લાગે છે અને સડો થવાની સંભાવના વધી જાય છે. 


સવારે ખાલી પેટ જે લોકો ચા પીવે છે તેમના શરીરમાં પાણીની ઉણપ પણ સર્જાઈ શકે છે એટલે કે તેમને ડીહાઇડ્રેશન થઈ શકે છે. સાથે જ કબજિયાતની તકલીફ પણ વધે છે તેથી સવારે ચા પહેલા પાણી પીવું જરૂરી છે. 


ઘણા લોકોને પાણી પીવાની શરૂઆત કરવી હોય છે પરંતુ તેમના મનમાં પ્રશ્ન હોય છે કે પાણી પીધા પછી કેટલી મિનિટે ચા પી શકાય. તો આ પ્રશ્નનો જવાબ એ છે કે હુંફાળુ પાણી પીધાની 10 મિનિટ પછી તમે ચા પી શકો છો. જોકે ચા પીધા પછી તુરંત પાણી પીવાની ભૂલ કરવી જોઈએ નહીં. ચા પીધા પછી પાણી પીવું હોય તો અડધી કલાક પછી જ પાણી પીવું જોઈએ.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)