શું તમને પણ દિવસના સૂવાની ટેવ છે? ચેતી જજો, શરીરને થઈ શકે છે આ નુકસાન
Day Nap Good Or Bad: એક હેલ્ધી લાઈફ જીવવા માટે પૂરતી ગાઢ ઊંઘ જરૂરી છે, મોટાભાગના એક્સપર્ટ્સનું માનવુ છે કે, માણસે ઓછામાં ઓછી 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે.
Day Nap Good Or Bad: જો ઊંઘ ઓછી લેવામાં આવે તો ન માત્ર જાડાપણું વધશે, ,પરંતુ અનેક પ્રકારનાં બોડી ફંક્શનમાં પરેશાની આવી શકે છે. ઘણીવાર એવુ બને છે કે, રાત્રે ઊંઘ પૂરી નથી થતી અને તેની ભરપાઈ આપણે આખો દિવસ ઝોકા ખાઈને લઈએ છે. આમ કરવુ યોગ્ય નથી.
દિવસે ઊંઘવુ કેમ યોગ્ય નથી
આયુર્વેદિક પદ્ધતિની વાત માનવામાં આવે તો, દિવસે ઊંઘવાની આદત સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. જોકે, થાક, સુસ્તી અને હદથી વધારે મહેનત કર્યા પછી આપણે પોતાને આરામ કરતા નથી રોકી શકતા. રિસર્ચમાંએ વાત પુરવાર થઈ છે કે, દિવસે ઊંઘવામાં આવે તો શરીરમાં કફ વધી જાય છે. 10થી 15 મિનિટ સુધી ઊંધવામાં ખોટુ નથી, પરંતુ દિવસે ગાઢ ઊંઘ લેવાથી ખરાબ અસર પડી શકે છે.
આ લોકો માટે દિવસ દરમિયાન સૂવું ખરાબ છે
જો તમારે ફિટ રહેવાની સાથે સાથે તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો દિવસ દરમિયાન ઊંઘ ન લો.
જે લોકો પેટ અને કમરની ચરબી ઘટાડવાનું વિચારી રહ્યા છે, તેમણે રાત્રે જ સૂવું જોઈએ.
જે લોકો અતિશય તૈલી, તળેલો ખોરાક અથવા બારીક લોટની વસ્તુઓ ખાય છે તેઓએ દિવસ દરમિયાન ઊંઘવાનું ટાળવું જોઈએ.
ડાયાબિટીસ, હાઈપોથાયરોઈડ અને PCOS રોગથી પીડિત લોકોએ પણ દિવસ દરમિયાન ઊંઘ ન લેવી જોઈએ.
આ પણ વાંચોઃ હાથ-પગમાં સતત થઈ રહી છે કડતરની સમસ્યા, તો શરીરમાં હોઈ શકે છે આ વિટામિનની ઉણપ
આ લોકો દિવસ દરમિયાન સૂઈ શકે છે
જે લોકો મુસાફરીને કારણે ખૂબ થાકેલા હોય તેમના માટે દિવસ દરમિયાન સૂવું સારું છે.
જેઓ ખૂબ જ પાતળા અને નબળા છે તેમને સવારે ઊંધવામાં કોઈ વાંધો નથી.
જો કોઈ ગંભીર બીમારી અથવા સર્જરી પછી ડૉક્ટર તમને દિવસ દરમિયાન આરામ કરવાનું કહે છે, તો ચોક્કસપણે તેનું પાલન કરો.
સગર્ભા મહિલાઓને પણ આરામની જરૂર હોય છે, તેઓ દિવસે આરામ કરે તેમાં કોઈ વાંધો નથી.
10 વર્ષથી નીચેના અને 70 વર્ષથી વધુ ઉંમરના લોકો દિવસ દરમિયાન આરામ કરી શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરેલુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE 24 kalak તેની પુષ્ટિ કરતું નથી.)
આ પણ વાંચોઃ વગર મહેનતે પાતળા થવું છે? રોજ રાતે સૂતા પહેલા આ કરો આ 5 કામ, ફટાફટ ઉતરવા લાગશે વજન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube