શું તમને પણ છે હદથી વધુ ટેન્શન? આ લક્ષણ જોવા મળે તો ચેતી જજો
Stress Symptoms: તમે વાંચ્યું જ હશે કે ચિંતા જીવતા માણસને જીવાતની જેમ પોલા કરી શકે છે. ક્યાંક તમારી અંદર ચિંતા કરવાની ટેવ તમને અંદર નુકસાન તો પહોંચાડી રહી નથીને.. અહીં ચેક કરો કેટલાક લક્ષણ...
નવી દિલ્હીઃ શરીરમાં કોઈ બીમારી હોય તો તેના લક્ષણથી તમામ જાણકારી મળે છે. લોકો સારવાર પણ કરાવે છે. પરંતુ માનસિક સ્વાસ્થ્ય વિશે ઓછી જાગરૂતતા અને ગેરસમજણોને કારણે તેને નજરઅંદાજ કરતા રહે છે. જો તમે પણ માનસિક રૂપથી પરેશાન કે તણાવમાં છો તો તમને કોઈ ગંભીર બીમારી હોવાનો ખતરો રહે છે. સ્વસ્થ રહેવા માટે સ્ટ્રેસ ફ્રી રહેવું ખુબ જરૂરી છે. સ્ટ્રેસ બોડીનું નોર્મલ રિએક્શન છે પરંતુ તે હદથી વધી જાય તો તમારા માટે ખતરો બની જાય છે. અહીં કેટલાક લક્ષણ છે જેનાથી તમે ઓળખી શકો છો કે ક્યાંક તમારૂ સ્ટ્રેસ લેવલ તો વધી ગયું નથીને...
તણાવમાં શરીર કરે છે રિએક્ટ
તણાવ બધાને હોય છે. જ્યારે આપણે કોઈ ફેરફાર કે કોઈ ચેલેન્જનો સામનો કરીએ છીએ તો શારીરિક અને માનસિક સ્તર પર રિએક્શન હોય છે, તેને તણાવ કહે છે. સ્ટ્રેસ પોઝિટિવ પણ હોઈ શકે છે. આપણા મગજને પ્રકૃતિએ એવી રીતે બનાવ્યું છે કે તે ખતરો જોતા ફાઇટ એન્ડ ફ્લાઇટ મોડમાં આવી જાય છે. સ્ટ્રેસના સમયે પણ મગજ તે સ્થિતિનો મુકાબલો કરવા માટે શરીર તૈયાર રહે છે. પરંતુ જો તમે લાંબા સમય સુધી તણાવમાં રહો છો તો તેનાથી શરીરને નુકસાન થવા લાગે છે. જે રીતે ફિઝિકલ અને ઇમોશનલ ઘણા પ્રકારના લક્ષણ જોવા મળે છે.
માનસિક લક્ષણ
- તમને નાની-નાની વાત પર રડવું આવે છે કે વધુ ઇમોશનલ ફીલ કરો છો.
- વસ્તુ ભૂલવા લાગો કે કોઈ જગ્યાએ ધ્યાન ન આપી શકો.
- કોઈ કામને પૂરુ કરવામાં જરૂર કરતા વધુ સમય લાગી રહ્યો હોય કે કોઈ વસ્તુનો નિર્ણય લેવામાં સમસ્યા આવી રહી હોય.
- સ્ટ્રેસ ઓછો કરવા માટે દારૂ કે ડ્રગ્સ લેવા લાગ્યા છો.
આ પણ વાંચોઃ જો તમને પણ પેટમાં ગેસ થવાની સમસ્યા પરેશાન કરતી હોય આ ઉપાયો અજમાવીને મેળવો છૂટકારો
શારીરિક લક્ષણ
- હૃદયના ધબકારા વધી ગયા છે, છાતીમાં ભારેપણાની લાગણી છે.
- માથુ દુખે છે. ખાસ કરીને આંખની બાજુમાં ટેમ્પલ્સ પર.
- પાચન સંબંધી સમસ્યા થઈ રહી છે, કબજીયાત કે ડાયરિયા થઈ રહ્યાં છે.
- વજન ઘટવા લાગ્યું છે, ભૂખ લાગતી નથી કે વધુ ભૂખ લાગવા લાગી છે.
- થાક લાગે છે અને લોકોને મળવાનું મન કરતું નથી
- નીંદર ઓછી આવે છે અથવા જરૂરીયાત કરતા વધુ સમય સુતા રહો છો.
આ રીતે મેનેજ કરો સ્ટ્રેસ
સ્ટ્રેસ લાંબા સમય સુધી રહે તો તમને એંગ્ઝાઇટી, ડિપ્રેશન અને પેનિક એટેક થઈ શકે છે. જો તમને કોઈ વાત લાંબા સમયથી પરેશાન કરતી હોય તો તમારી ખાસ વ્યક્તિને શેર કરો. જ્યારે કોઈ વાતને ચિંતા થવા લાગે તો શરીરને એક્ટિવ કરો. ઉંડો શ્વાસ લો, આંટો મારો કે કસરત કરો. તમારી સિદ્ધિઓ અને જિંદગીના સૌથી સારા સમયને યાદ કરો. ખુદ કંટ્રોલ ન કરી શકો તો કોઈ થેરપિસ્ટની મદદ લો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube