પગ હલાવવાની આદતથી વડીલો કહેતા ‘માં-બાપનું આયુષ્ય ઓછુ થાય’, જાણો તેના પાછળનું સચોટ કારણ
આમ તો ઘણા કારણ હોઈ શકે છે પરંતુ તેનું એક કારણ રેસ્ટલેસ લેગ્સ સિંડ્રોમ હોઈ શકે છે જે લગભગ 10 ટકા લોકોને હોઈ શકે છે. આ એક એવી સ્વાસ્થ્ય સમસ્યા છે જે નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલી હોય છે. આ સમસ્યા મહિલાઓ અને પુરુષો બન્નેમાં હોઈ શકે છે.
Health Tips: ઘણી વખત આપણે આપણા કામમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ અથવા તો પોતાના કામમાં મન લગાવવા માટે કોઈ એવી એક્ટિવિટી કરીએ છીએ કે જેનાથી આપણું ધ્યાન તે કામમાં કેન્દ્રિત રહે. અમુક લોકો પોતાનું મન લગાવવા માટે પગ હલાવતા રહે છે. તમને જણાવી દઈએ કે બેઠા બેઠા પગ હલાવવા અથવા તો ઉંઘતી સમયે આવું કરવું, આમ તો એક સામાન્ય આદત હોઈ શકે છે પરંતુ શું તમને ખબર છે કે આ કોઈ ગંભીર બિમારીનો સંકેત પણ હોઈ શકે છે. ચલો આપણે આજે જાણીશું કે ખુરશી પર બેઠા બેઠા પગ હલાવવા પાછળ શું કારણ હોઈ શકે છે?
બેઠા બેઠા પગ હલાવવા ચિંતાનો સંકેત
આમ તો ઘણા કારણ હોઈ શકે છે પરંતુ તેનું એક કારણ રેસ્ટલેસ લેગ્સ સિંડ્રોમ હોઈ શકે છે જે લગભગ 10 ટકા લોકોને હોઈ શકે છે. આ એક એવી સ્વાસ્થ્ય સમસ્યા છે જે નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલી હોય છે. આ સમસ્યા મહિલાઓ અને પુરુષો બન્નેમાં હોઈ શકે છે.
શું છે રેસ્ટલેસ લેગ્સ સિંડ્રોમ
આ એક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિને બેસવા અને ઉંઘવામાં અચાનકથી દુખાવો થવા લાગે છે અને જ્યારે આપણે પગને હલાવીએ છીએ ત્યારે આ દુખાવો ઓછો થઈ જાય છે. જ્યારે આ દર્દની સ્થિતિ વારંવાર થાય છે તો તેણે રેસ્ટલેસ લેગ્સ સિંડ્રોમ કહેવામાં આવે છે. આ સમસ્યા આયરનની કમીના કારણે પણ હોઈ શકે છે.
જનેટિક પણ હોઈ શકે છે તેનું કારણ
આમ તો આ સિંડ્રોમનું સાચું કારણ જણાવવું ખુબ જ મુશ્કેલ છે પરંતુ ઘણી વાર આ જેનેટિક પણ હોઈ શકે છે. ઘણી વાર ઘરમાં માતાપિતાને આ સમસ્યા હોય છે, જે બાળકોમાં ઉતરવાની સંભાવના વધી જાય છે.
કેવી રીતે થઈ શકે સારવાર?
આ સિંડ્રોમની સારવાર કરવા માટે ફિઝિયોથેરેપી ટ્રીટમેન્ટ લેવામાં આવે છે. તેના સિવાય મસલ્સની સ્ટેચિંગ કરીને પણ આ સિંડ્રોમની સારવાર કરવામાં આવી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ચોક્કસપણે તબીબી સલાહ લો. ZEE ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube