અનેકવાર દેખાડામાં કે પછી મિત્રો સાથે રહીને એવી કેટલીક આદતો પડી જાય છે જેની સીધી અસર સ્વાસ્થ્ય પર પડે છે. આવી આદતોમાં ચા અને સિગારેટ પણ સામેલ છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ બંનેને એક સાથે ઉપયોગમાં લેવાથી અનેક ગંભીર બીમારીઓને આમંત્રણ મળી શકે છે. આમ પણ સિગારેટ પીવી એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક તો છે જ પરંતુ ચાની સાથે તેનું સેવન વધુ ગંભીર બની શકે છે. લોકો તણાવ ઓછો કરવા માટે ચા અને સિગારેટ સાથે સેવન કરતા હોય છે. જે એક ગંભીર આદત છે. ચા અને સિગારેટનું કોમ્બિનેશન ખુબ ખતરનાક છે. જે સ્વાસ્થ્ય માટે ખુબ જોખમી સાબિત થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચા- સિગારેટનું કોમ્બિનેશન  ખુબ જોખમી
2023માં જર્નલ એનલ્સ ઓફ ઈન્ટરનેશન મેડિસિનમાં પબ્લિશ એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગરમ ચા ફૂડ પાઈપના સેલ્સ માટે ખુબ જોખમી બની શકે છે. જ્યારે ચાની સાથે સિગારેટ પીવાથી તેનું ડેમેજ થવાનું જોખમ બમણું થઈ જાય છે. જો લાંબા સમય સુધી આ આદત રહે તો કેન્સર સુદ્ધા થઈ શકે છે. 


હેલ્થ એક્સપર્ટ્સ મુજબ ચામાં કેફિન મળી આવે છે. જે પેટમાં એક પ્રકારનો એસિડ બનાવે છે જે પાચનમાં મદદ કરે છે પરંતુ જ્યારે આ  કેફિન બહુ વધુ પ્રમાણમાં થઈ જાય તો પેટને નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે સિગારેટમાં નિકોટીન મળે છે. જ્યારે ખાલી પેટે ચા અને સિગારેટ એક સાથે સેવન કરવામાં આવે તો માથાનો દુખાવો કે ચક્કર જેવી સમસ્યા થઈ શકે છે. એક રિપોર્ટ મુજબ સિગારેટ પીતાલોકોને હાર્ટ એટેકનું જોખમ 7 ટકા વધે છે. તેમની ઉંમર 17 વર્ષ સુધી ઘટી શકે છે. 


ચા-સિગારેટ પીવાથી કઈ કઈ બીમારીઓ


1. હાર્ટ એટેક
2. અન્નનળીનું કેન્સર
3. ગળાનું કેન્સર
4. ફેફસાનું કેન્સર
5. નપુંસકતા અને વાંઝિયાપણાનું જોખમ
6. પેટનું અલ્સર
7. હાથ પગનું અલ્સર
8. યાદશક્તિ જવાનું જોખમ
9. બ્રેઈન સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ
10. ઉંમર ઘટી જાય છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. ઉપયોગમાં લેતા પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લેવી.)