તમારા કામની વાત: કોરોનાથી બચવા માટે કયું હેન્ડ સેનિટાઇઝર ખરીદવું ફાયદારક
કોરોના વાયરસ (Coronavirus) ભારતમાં પ્રવેશ કરી ચૂક્યો છે. આ સાથે જ ગત અઠવાડિયે જેટલા હેન્ડ સેનિટાઇઝર (Hand sanitizer)નું વેચાણ થયું એટલું ભારતના ઇતિહાસમાં ક્યારેય થયું નહી હોય. દરેક વ્યક્તિ પોતાને અને પરિવારને સંક્રમણથી બચાવવા માટે સેનિટાઇઝર ખરીદવામાં લાગ્યો છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) ભારતમાં પ્રવેશ કરી ચૂક્યો છે. આ સાથે જ ગત અઠવાડિયે જેટલા હેન્ડ સેનિટાઇઝર (Hand sanitizer)નું વેચાણ થયું એટલું ભારતના ઇતિહાસમાં ક્યારેય થયું નહી હોય. દરેક વ્યક્તિ પોતાને અને પરિવારને સંક્રમણથી બચાવવા માટે સેનિટાઇઝર ખરીદવામાં લાગ્યો છે. સામાન્ય ધારણા એ પણ છે કે સેનિટાઇઝર જ તમને કોરોનાથી બચાવી શકે છે. પરંતુ શું તમે ક્યારેય ખરીદતાં પહેલાં ધ્યાન આપ્યું છે કે ખરીદવામાં આવેલું હેન્ડ સેનિટાઇઝર આલ્કોહોલ બેસ્ડ છે અથવા નોન આલ્કોહોલ બેસ્ડ? શું તમને ખબર છે કે કે વાયરસ અને બેક્ટેરિયા માટે સેનિટાઇઝરમાં કેટલા ટકા આલ્કોહોલ હોવું જરૂરી છે? આવો અમે તમારી મદદ કરીએ...
બજારમાં વેચાઇ છે બે પ્રકારના સેનિટાઇઝર
જ્યારે તમે કોઇ દુકાનદાર પાસે સેનિટાઇઝર માંગો છો તો તે કોઇપણ બ્રાંડનું ઉત્પાદન પકડાવી દે છે. પરંતુ હેન્ડ સેનિટાઇઝર ખરીદતી વખતે એ જાણવું જરૂરી છે કે તમે કયા કારણથી ખરીદી રહ્યા છે. હાલ બજારમાં બે પ્રકારના હેન્ડ સેનિટાઇઝર ઉપલબ્ધ છે. એક આલ્કોહોલ બેસ્ડ છે અને બીજું નોન આલ્કોહોલ બેસ્ડ છે. જો તમે ઘરમાં અથવા ઓફિસમાં રહો ચો અને ક્યાં આવવા જવાનું ઓછું પસંદ કરો છો તો નોન આલ્કોહોલ બેસ્ડ સેનિટાઇઝર (0.01 ટકા આલ્કોહોલ) તમારા માટે પુરતું છે. પરંતુ જો તમે ટ્રાંસપોર્ટ, ડિલીવરી, ફેક્ટરી ઇંડસ્ટ્રી અથવા હોસ્પિટલમાં કામ કરો છો જ્યાં લોકોની અવર-જવર વધુ હોય છે તો તમારા માટે આલ્કોહોલ બેસ્ડ સેનિટાઇઝર (60-65%) આલ્કોહોલ બેસ્ડ યોગ્ય રહેશે.
કોરોના વાયરસ સામે લડવા માટે કયું સેનિટાઇઝર યોગ્ય
કોરોના વાયરસ એક હાઇ લેવલ વાયરસ છે. ડોક્ટરોનું કહેવું છે કે તેની સામે લડવા માટે આલ્કોહોલ બેસ્ડ સેનિટાઇઝર જ મદદગાર છે. 60-65 ટકા આલ્કોહોલ હેન્ડ સેનિટાઇઝર 99.9 ટકા કિટાણુઓને મારી શકે છે. એટલા માટે સલાહ આપવામાં આવે છે કે કોરોના વાયરસના સંભવિત સંક્રમણના માહોલમાં ફક્ત આલ્કોહોલ બેસ્ડ સેનિટાઇઝરનો જ ઉપયોગ કરવો જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube