શું તમને પણ વારંવાર થાય છે એસિડિટી અને ગેસની તકલીફ ? તો સવારે અને સાંજે આ વસ્તુઓ લેવાનું ટાળો
Home Remedies For Acidity And Gas: આજકાલની લાઈફસ્ટાઈલ અને અનહેલ્થી ફૂડ હેબિટ્સના કારણે ગેસ અને એસિડીટી થવી સામાન્ય છે. જેના માટે આપણે એવી આદતોને બદલવી પડશે જે આપણી હેલ્થ બગાડે છે અને એસિડિટીનું મોટું કારણ બને છે.
Home Remedies For Acidity And Gas: ભારતમાં અનેક લોકો એવા છે જે એસિડિટી અને ગેસ પ્રોબ્લેમથી પીડાય છે. જેના કારણે સામાન્ય દિવસની ગતિવિધીઓમાં પણ તકલીફ સામે આવે છે. આજકાલની લાઈફસ્ટાઈલ અને અનહેલ્થી ફૂડ હેબિટ્સના કારણે આ થવું સામાન્ય છે. જેના માટે આપણે એવી આદતોને બદલવી પડશે જે આપણી હેલ્થ બગાડે છે અને એસિડિટીનું મોટું કારણ બને છે. જેમકે જો તમે ચાના શૌકીન છો અને સવારે ખાલી પેટે ચા પીવાનું પસંદ કરો છો તો તેના કારણે એસિડિટીની સમસ્યા ઉદભવે છે. કદાચ તમે આ વાતને ન જાણતા હોવ કે ખાલી પેટે ચા પીવાથી એસિડિટી સિવાય ગભરામણ જેવી પરિસ્થિતીનું પણ નિર્માણ થાય છે. એસિડિટીની બીમારી આચર કુચર ખાવાથી થતી હોય છે. આ વાત પર ધ્યાન આપો કે તમે પણ સવારે ઉઠીને આ ભૂલ તો નથી કરતા ને.
આ પણ વાંચો:
માસિક સમયે થાય છે અસહ્ય દુખાવો? તો આ 4 વસ્તુનું સેવન કરવાનું રાખો, નહીં ખાવી પડે દવા
કલાકો સુધી કોમ્પ્યુટર કે લેપટોપ સામે કરવું પડતું હોય કામ તો આ 3 સ્ટેપ ફોલો કરી રાખો
સ્વાદમાં ખાટ્ટી પણ લૂ થી રાહત આપતી કાચી કેરી ખાવાથી થાય છે શરીરને અનેક ફાયદાઓ
આ ચીજવસ્તુઓથી રહો દૂર
માત્ર ચા જ નહીં પણ કેટલી એવી ફૂડ આઈટમ છે જેનું સેવન સવારના સમયે ખાલી પેટે ન કરવું જોઈએ. જેમાં, મસાલેદાર વસ્તુઓ, હોટ કોફી, વધુ તેલવાળુ ભોજન, ચોકલેટ વગેરેનો સમાવેશ થાય છે. આ ચીજવસ્તુઓથી દૂરી બનાવવી જોઈએ.
એસિડિટીથી બચવા સવારે શું કરવું જોઈએ
- જો વગર ચાએ સવારમાં તમને ચાલે એમ નહીં હોય તો ચામાં આદુ નાખી પી શકાય. આનાથી એસિડિટીની સંભાવના ઓછી થશે.
- સવારે-સાંજે નાસ્તામાં ઓટમીલનો સમાવેશ કરો, આનાથી પેટમાં ગેસ નહીં બને અને પાંચન તંત્ર પણ ઠીક રહેશે.
- સવારના સમયે બોયલડ ઈંડા ખાવાથી પેટને લાગતી તકલીફો પણ દૂર થશે.
- લીલા શાકભાજી પણ તમારી હેલ્થ માટે સારી હોય છે. એટલે સવારે પણ તમે લીલા શાકભાજી ખાઈ શકો છો.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું નુસ્ખાઓ અને સામાન્ય જાણકારી પર આધારિત છે. આના ઉપયોગ પહેલાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. zee24kalak કલાક આની પુષ્ટી નથી કરતું.