ઝી બ્યૂરો, અમદાવાદ: માતા બનવું એ સ્ત્રી માટે સૌથી મોટુ સૌભાગ્ય હોય છે. પરંતુ આજકાલની લાઈફસ્ટાઈલ અને ખાનપાન સાથે જોડાયેલી સ્ત્રીઓની આદતો તેમના વંધ્યત્વનું કારણ બની રહી છે. આ સિવાય શરીરમાં હોર્મોનલ અસંતુલન થવાના કારણે પણ મહિલાઓ વંધ્યત્વનો શિકાર બને છે. જો કોઈ સ્ત્રી ગર્ભધારણ કરવામાં અસમર્થ હોય, તો તેના મગજમાં ભય અને આશંકા ઉભી થાય છે. આ શંકાઓને દૂર કરવા, નિષ્ણાંતો જણાવે છે કે સ્ત્રીઓ વંધ્યત્વની સમસ્યામાંથી કેવી રીતે છુટકારો મેળવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિષ્ણાંતોના મતે
નિષ્ણાંતોના જણાવ્યા મુજબ શરીરમાં પોષક તત્વોનો અભાવ, શરીરનું વજન, શારીરિક અથવા માનસિક તાણ, નશીલા પદાર્થનો ઉપયોગ વગેરે મહિલાઓની પ્રજનન શક્તિને અસર કરે છે. સંશોધન મુજબ ધૂમ્રપાન કરવું પણ વંધ્યત્વનું એક મહત્વનું કારણ બની રહ્યું છે. આ ઉપરાંત, જન્મ નિયંત્રણની ગોળીઓનો વારંવાર ઉપયોગ કરવાથી ગર્ભધારણ કરવામાં સમસ્યા થઈ શકે છે. આ દવાઓ શરીરના કુદરતી હોર્મોન્સમાં વિઘ્ન ઉભુ કરે છે. જેના કારણે કસુવાવડનું જોખમ વધી જાય છે.


ફેલોપિયન ટ્યુબમાં ચેપ
સ્ત્રીઓમાં વંધ્યત્વના ઘણા કારણો હોઈ શકે છે. જો કોઈ સ્ત્રીની ફેલોપિયન ટ્યૂબમાં સેક્સ્યુઅલી ટ્રાન્સમિટ ડિસીઝ કે પછી કોઈ સર્જરીના કારણે ઈન્ફેક્શન લાગે છે. તો આવા કિસ્સાઓમાં ગર્ભધારણ કરવાની શક્યતા ઘટી જાય છે.


એન્ડોમેટ્રિયોસિસ
આ ઉપરાંત, એન્ડોમેટ્રિયોસિસ (એવી સ્થિતિ કે જેમાં મહિલાઓ પીરિયડ્સ દરમિયાન તીવ્ર પીડા અનુભવે છે) સ્ત્રીઓમાં વંધ્યત્વના સૌથી સામાન્ય કારણોમાંનું એક માનવામાં આવે છે. આજકાલની વ્યસ્ત જીવનશૈલીને ધ્યાનમાં રાખીને તણાવ રહેવુ પણ સામાન્ય છે. આવી સ્થિતિમાં તણાવ પણ મહિલાઓમાં વંધ્યત્વનું કારણ પણ બની શકે છે.


મોટાભાગની સ્ત્રીઓમાં હોય છે PCOSની સમસ્યા
PCOSના કારણે મોટાભાગની સ્ત્રીઓ વંધ્યત્વથી પણ પીડાઈ રહી છે. આ રોગમાં, ફેલોપિયન ટ્યૂબમાં સિસ્ટ બની જાય છે. જેના કારણે સ્ત્રીઓ ગર્ભધારણ કરવામાં અસમર્થ બની જાય છે. આ વિકાર અંડાશયમાં ઇંડા બનાવવાની ક્રિયાને પ્રભાવિત કરે છે અને 40 વર્ષથી ઓછી વયની સ્ત્રીઓમાં એસ્ટ્રોજન હોર્મોનનું ઉત્પાદન પણ ઘટાડે છે. આ સિવાય મેદસ્વીપણું અને અનિયમિત પિરિયડ્સ પણ મહિલાઓમાં વંધ્યત્વનું કારણ બની રહ્યા છે. નિષ્ણાંતોના મતે, સ્ત્રીઓ તેમની જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરીને વંધ્યત્વને ટાળી શકે છે. ચાલો જાણીએ.


નશીલા પદાર્થોનું સેવન ન કરો
દારૂ અને તમાકુ જેવા માદક દ્રવ્યોની અસર સ્ત્રીઓમાં પ્રજનન શક્તિને અસર કરે છે. તેથી સ્ત્રીઓને દારૂ, તમાકુ અને સિગારેટથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.


તાણમુક્ત રહેવુ છે જરૂરી
વંધ્યત્વ ટાળવા માટે મહિલાઓએ તાણ મુક્ત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. યોગ કરવા, ધ્યાન કરવા અને નિયમિત કસરત કરવાથી આ સમસ્યાથી છૂટકારો મળે છે. શરીરમાં ઓછું વજન અથવા મેદસ્વીપણું પણ સ્ત્રીઓમાં ઓવ્યુલેશન ડિસઓર્ડરનું કારણ હોઈ શકે છે.


Health Tips: કોરોના કાળમાં પાણીમાં પલાળીને કરો આ વસ્તુનું સેવન, સમસ્યાઓથી મળશે છુટકારો


Health Tips: સવારે ઉઠીને ચા-કૉફી નહીં, પીઓ આ ખાસ પાણી, છે રામબાણ ઈલાજ


Corona સામે લડવા અને શરીરમાં ઓક્સિજનના સ્તરને વધારવા માટે આ પાંદડા છે લાભદાયક


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube