Mango In Monsoon: કેરી ખાવા માટે લોકો ઉનાળાની આતુરતાથી રાહ જોતા હોય છે. આમ તો કેરી હવે બારેમાસ મળતી થઈ ગઈ છે. ફ્રોઝન કેરી તમે કોઈપણ સમયે ખાઈ શકો છો પરંતુ દરેક સીઝનમાં કેરી ખાવી નુકસાનકારક સાબિત થઈ શકે છે. કેરી ઉનાળાની સીઝનનું ફળ છે અને તેને આ સીઝનમાં જ ખાવી જોઈએ. ખાસ કરીને કેરી વરસાદ પડે પછી ખાવાનું બંધ કરી દેવું જોઈએ. કેરી ચોમાસા દરમિયાન ખાવાથી તબિયત ખરાબ પણ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:  Monsoon Health Tips: ચોમાસામાં ઈમ્યુનિટીને બુસ્ટ કરશે આ મસાલા, બીમારીઓ રહેશે દુર


ચોમાસું એવી સીઝન છે જેમાં ફળ અને શાકભાજી ઝડપથી સડી જાય છે. સાથે જ આ ઋતુમાં ડાયટનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. આ સમયે પાચન નબળું પડી જાય છે. તેથી કોઈપણ વસ્તુ સમજી-વિચારીને ખાવી જોઈએ. વરસાદી વાતાવરણમાં કેરી સહિત કેટલાક ફળ અને શાક ખાવામાં આવે તો તેનાથી ઈંફેકશન પણ થઈ શકે છે. 


વરસાદી વાતાવરણમાં કેરી, તરબૂચ, શક્કરટેટી જેવા ફળ અને કેટલાક શાકભાજીમાં જીવજંતુ અને બેક્ટેરિયા ઝડપથી વધે છે. આ વસ્તુઓ ખાવાથી તબિયત ખરાબ પણ થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ ચોમાસામાં કેરી સિવાય કઈ કઈ વસ્તુઓ ન ખાવી.


ચોમાસા દરમિયાન ન ખાવી આ વસ્તુઓ


આ પણ વાંચો: પગના તળિયામાં લસણ ઘસવાથી દવા વિના મટે છે આ સમસ્યાઓ, પ્રિયંકા પણ અજમાવે છે આ નુસખો


કેરી


વરસાદ શરુ થાય છે ત્યારે પણ કેરી બજારમાં મળતી હોય છે. તમે કેરી ખાવાની શરુઆત જ કરી હોય તો પણ વરસાદ શરુ થાય એટલે કેરી ખાવાનું બંધ કરી દેવું જોઈએ. વરસાદના કારણે કેરી ખરાબ થવા લાગે છે. તેમાં ફંગસ અને બેક્ટેરિયાનું જોખમ વધે છે. તેથી કેરી ખાવાનું ચોમાસામાં બંધ કરી દેવું.


આ પણ વાંચો: રોજ થાય છાતીમાં બળતરા? તો આ ફળનો પાવડર રાખો ઘરમાં, આ રીતે લેવાથી મટી જાશે એસિડિટી


તરબૂચ


તરબૂચ પાણીવાળુ ફળ છે અને ઉનાળામાં તરબૂત ખાવાથી ફાયદો પણ થાય છે પરંતુ તેનાથી વિરુદ્ધ જો તમે ચોમાસામાં તરબૂચ ખાવ છો તો તેનાથી પેટમાં ઈંફેકશન પણ થઈ શકે છે. 


શક્કરટેટી


ચોમાસામાં પણ શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહે તે જરૂરી હોય છે. શરીરને હાઈડ્રેટ રાખવા માટે શક્કરટેટી જેવા પાણીવાળા ફળ ખાવાથી બચવું જોઈએ. કારણકે આ ફળ ઝડપથી ખરાબ થઈ જાય છે અને તેને ખાવાથી બીમારી પણ વધી શકે છે. 


આ પણ વાંચો: Breast Cancer: આ બીજ ઘટાડી શકે છે બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક, મહિલાઓ ડાયટમાં કરવા સામેલ


લીલા પાનવાળા શાકભાજી


ચોમાસામાં લીલા પાનવાળા શાકભાજી પણ ન ખાવા. આવા પાનવાળા શાકમાં કીડા ઝડપથી છે. આવા શાક ખાવા પણ હોય તો તેની સફાઈનું ખાસ ધ્યાન રાખવું નહીં તો તેનાથી પાચનતંત્ર ખરાબ થાય છે. 


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)