Ajwain Tea: બસ 30 દિવસ સવારે દૂધવાળી ચાને બદલે પીવો અજમાની ચા, ગણતરીના દિવસોમાં શરીરમાં દેખાવા લાગશે આ 4 ફાયદા
Ajwain Tea Benefits: દિવસની શરુઆત કડક, મીઠી અને દૂધવાળી ચાથી થતી હોય છે. પરંતુ આ ચા શરીરને નુકસાન કરે છે. જો તમે આ ચાને બદલે અજમાની ચા પીવો છો તો શરીરને થતું નુકસાન અટકે છે અને આ 4 ફાયદા થાય છે.
Ajwain Tea Benefits: ચાના શોખીનોના દિવસની શરૂઆત દૂધવાળી કડક, મીઠી ચા વિના અધૂરી રહે છે. ઘણા લોકોને તો આંખ ખુલતાની સાથે જ ચા પીવાની તલબ લાગે છે. જોકે સવારે પીવામાં આવતી દૂધવાળી ચામાં કેફિન અને સુગર હોય છે જે શરીરને નુકસાન કરે છે. આ ચાને બદલે જો તમે ખરેખર શરીરની ભલાઈ ઈચ્છતા હોય તો સવારે અજમાની ચા પીવાનું શરૂ કરો.
આ પણ વાંચો: Foot Corn: પગમાં વારંવાર થતી કપાસીથી પરેશાન છો? 5 ઘરેલુ ઉપાયોથી દુર થઈ શકે છે સમસ્યા
હેલ્થ એક્સપર્ટ પણ માને છે કે સવારે અજમાની ચા પીવાથી શરીર ડીટોક્ષ થાય છે અને ઓવર ઓલ હેલ્થ સુધરે છે. જો તમે સવારે દૂધ અને ખાંડવાળી ચા છોડીને અજમાની ચા પીને દિવસની શરૂઆત કરશો તો એક મહિનામાં જ તમારા શરીરની કાયાપલટ થઈ જશે.
અજમાની ચાના ફાયદા
આ પણ વાંચો: Ghee: આ 5 વસ્તુઓ ક્યારેય ઘી ઉમેરીને ખાવી નહીં, શરીરમાં જતાં જ બની જાય છે ઝેર
શરીર ડિટોક્ષ થશે
સવારે અજમાની ચા પીવાનો સૌથી મોટો ફાયદો એ છે કે શરીર અંદરથી સાફ થાય છે. અજમામાં રહેલા એન્ટિઓક્સિડન્ટ શરીરના ટોક્સિનને બહાર કાઢે છે. નિયમિત રીતે તેને પીવાથી ત્વચા સાફ અને સુંદર દેખાય છે.
પાચન તંત્ર મજબૂત રહેશે
જો તમને પાચન સંબંધિત તકલીફ રહેતી હોય તો અજમાની ચા તમારા માટે વરદાન છે. અજમાની ચા પીવાથી પેટનો ગેસ, એસીડીટી અને અપચાની સમસ્યા ધીરે ધીરે દૂર થવા લાગશે. ખાલી પેટ અજમાની ચા પીવાથી પાચનતંત્ર મજબૂત રહેશે.
આ પણ વાંચો:Ragi Roti: જમવામાં બસ 2 રાગીની રોટલી ખાવાનું શરુ કરો, આ 4 સમસ્યાઓ ઝડપથી થશે દુર
વજન ઘટાડવામાં મદદગાર
જે લોકો વજન ઘટાડવાનો પ્રયત્ન કરતા હોય તેમણે અજમાની ચા પીવી જ જોઈએ. તેનાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે. શરીરમાં એક્સ્ટ્રા ચરબી હોય તે ઓગાળવામાં મદદ કરે છે. નિયમિત સવારે અજમાની ચા પીવાથી ફિટનેસ વધશે.
ઈમ્યુનિટી બુસ્ટર
આ ચા પીવાથી ઈમ્યૂનિટી બુસ્ટ થશે. અજમાની ચા પીવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને બીમારીથી બચવામાં મદદ મળશે. તેનાથી શરદી-ઉધરસ જેવી સમસ્યા દુર થાય છે.
આ પણ વાંચો: Desi Dava: શરદી-ઉધરસનો કાળ છે આ 5 દેશી મસાલા, ડોક્ટર પણ માને છે આ વસ્તુની શક્તિને
કેવી રીતે બનાવવી અજમાની ચા ?
અજમાની ચા બનાવવી સરળ છે. તેના માટે એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી અજમા ઉમેરી બરાબર ઉકાળો. 5 મિનિટ પછી તેને ગાળી લો અને ગરમાગરમ પી લો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)