Health Tips: શિયાળામાં અર્જુનની છાલ અને આમળાના રસનું રોજ કરો સેવન, હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યાથી મળશે મુક્તિ
Health Tips: જો શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જાય તો તેના કારણે હૃદયની બીમારી, સ્ટ્રોક અને અન્ય ગંભીર સમસ્યા થઈ શકે છે. આ બધી જ સમસ્યાઓથી બચવું હોય અને બેડ કોલેસ્ટ્રોલને દવા વિના કંટ્રોલ કરવું હોય તો આમળા અને અર્જુનની છાલનો રસ શિયાળા દરમિયાન પીવાનું રાખો.
Health Tips: નિયમિત રીતે તળેલી વસ્તુઓ ખાવામાં આવે તો વજન વધવાની સાથે બેડ કોલેસ્ટ્રોલ પણ વધી જાય છે. ખાસ કરીને શિયાળામાં કોલેસ્ટ્રોલ લેવલ વધી જતું હોય છે. જો શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જાય તો તેના કારણે હૃદયની બીમારી, સ્ટ્રોક અને અન્ય ગંભીર સમસ્યા થઈ શકે છે. આ બધી જ સમસ્યાઓથી બચવું હોય અને બેડ કોલેસ્ટ્રોલને દવા વિના કંટ્રોલ કરવું હોય તો આમળા અને અર્જુનની છાલનો રસ શિયાળા દરમિયાન પીવાનું રાખો.
આમળા અને અર્જુનની છાલનો રસ હાઇ કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરવામાં મદદ કરે છે. આમળામાં વિટામિન સી અને એન્ટી ઓક્સિડન્ટ તેમજ ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે જે બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. અર્જુનની છાલ પણ એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણથી ભરપૂર હોય છે તેનાથી પણ બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે. જો શિયાળા દરમિયાન તમે આ બે વસ્તુનો જ્યુસ પીવાનું રાખશો તો શરીર નિરોગી રહેશે અને સાથે જ બેડ કોલેસ્ટ્રોલથી મુક્તિ મળી જશે.
આ પણ વાંચો: હંમેશા ફિટ રહેવું હોય તો રોજ આ રીતે ખાવા 2 અંજીર, બીપી-ડાયાબિટીસમાં પણ થશે ફાયદો
કેવી રીતે બનાવો આમળા અને અર્જુનની છાલનો રસ
આમળાને ધોઈ અને ટુકડા કરી લો. અર્જુનની છાલને પણ સારી રીતે ધોઈ અને સાફ કરી લો. આ બંને વસ્તુને સમાન માત્રામાં એક સાથે પીસી લો. હવે આ મિશ્રણને કપડાં વડે અથવા તો ગરણી વડે ગાળીને ગ્લાસમાં કાઢો. આ જ્યુસને રોજ સવારે ખાલી પેટ પીવાથી લાભ થાય છે.
આમળા અને અર્જુનની છાલનો રસ પીવાથી થતા ફાયદા
આ પણ વાંચો: Garlic and Honey: રોજ સવારે સાદું લસણ નહીં આ ખાસ ઔષધીવાળું લસણ ખાવાથી બીમારી થશે દુર
- હાઈ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે
- બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે
- હૃદયની બીમારીનું જોખમ ઘટે છે
- રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે
- પાચન તંત્ર સ્વસ્થ રહે છે
આ પણ વાંચો: નાસ્તામાં ફણગાવેલા મગ ખાવાથી થતા ફાયદા વિશે જાણો છો તમે ? જાણીને રોજ ખાવા લાગશો
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)