ઝી બ્યૂરો, અમદાવાદઃ કારેલાંના શાકમાં અનેક ગુણો રહેલાં છે. જોકે, કારેલાં કડવા હોવાના કારણે ઘણાં લોકોને ઓછાં ભાવતા હોય છે. પણ શું તમે જાણો છોકે, કારેલાં ખાવા સિવાય પણ અન્ય કેટલાંક ઉપયોગોમાં લેવામાં આવતા હોય છે. કારેલાંમાં રહેલાં ગુણોને કારણે તે આપણાં માટે ખુબ જ લાભદાયક બની રહે છે. તેનાથી થતાં ફાયદા જાણીને તમે પણ ચોંકી ઉઠશો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘા માટે ફાયદાકારક
ઈજા પહોંચી હોય અથવા ફોલ્લા પડ્યા હોય તો તે વ્યક્તિને લાંબા સમય સુધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.તેવામાં કારેલાની પીસીને લગાવાથી ફાયદો થાય છે. કારેલાને પીસીને લગાવવાથી દુખાવથી પણ રાહત થાય છે.


પેટની સમસ્યાની રાહત
કારેલા કડવા જરૂર છે પરંતુ પેટને લગતી ઘણી બિમારીએ માટે કારેલા ફાયદાકારક છે. કારેલાના શાકની સાથે તેનુ જ્યુસ પણ ફાયદાકારક છે. કારેલાના પત્તા અને છાલ અનેક સમસ્યાનું સમાધાન છે.


પથરીની સમસ્યાથી રાહત
જ્યારે  પથરીની સમસ્યા થાય ત્યારે મોટાભાગના લોકો ઓપરેશન કરાવતા હોય છે. ઓપરેશનથી ઘણી બધી તકલીફ  થાય છે. પરંતુ કારેલાના રસના સેવનથી પથરીની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.


કાનના દુખાવામાં રાહત
કારેલાના રસના ઘણા ફાયદા છે. કાનમાં થતો દુખાવો કારેલાથી દૂર કરી શકાય છે. તાજા કારેલાનો રસ કાઢીને 4થી 5 ટીપા કાનમાં નાખો..આવું કરવાથી કાનમાં થતાં દર્દથી રાહત મળશે.