Buttermilk: છાશ એક પારંપરિક ભારતીય પીણું છે. છાશ દરેક ઘરમાં રોજ ભોજન સાથે પીરસાય છે. દહીમાંથી છાશ બનાવવામાં આવે છે. છાશ એક પૌષ્ટિક પીણું પણ છે. છાશનું સેવન કરવાથી શરીરને ફાયદા પણ થાય છે. છાશમાં પ્રોટીન પણ સારા એવા પ્રમાણમાં હોય છે અને તેમાં મિનરલ્સ, વિટામીન, બી12, પોટેશિયમ અને ફોસ્ફરસ પણ હોય છે. ખાસ તો જો સવારે ખાલી પેટ છાશ પીવામાં આવે તો તેનાથી પાંચ મુખ્ય ફાયદા થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Mango In Monsoon: અનહદ ભાવતી હોય તો પણ વરસાદ પડે પછી ન ખાવી કેરી, જાણી લો કારણ


બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે 


ડાયાબિટીસના દર્દીઓએ ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું પડે છે. ખાસ કરીને સવારે ખાલી પેટ શું ખાવામાં આવે છે તે મહત્વનું હોય છે. જો ખાલી પેટ છાશનું સેવન કરવામાં આવે તો છાશમાં રહેલા પ્રોટીન અને કેલ્શિયમ બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. છાશ ઇન્સ્યુલિન સંવેદનશીલતામાં સુધારો કરે છે. 


આ પણ વાંચો: Monsoon Health Tips: ચોમાસામાં ઈમ્યુનિટીને બુસ્ટ કરશે આ મસાલા, બીમારીઓ રહેશે દુર


કોલેસ્ટ્રોલ ઘટે છે 


છાશનું સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે. છાશમાં પ્રોબાયોટિક્સ હોય છે જે બેડ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે. તે હાર્ટના રોગનું જોખમ ઘટાડવામાં પણ મદદ કરે છે. 


પાચન સારું રહે છે 


સારા સ્વાસ્થ્ય માટે પાચન સારું હોય તે જરૂરી છે. જો પાચન સારું રાખવું હોય તો રોજ એક ગ્લાસ છાશનું સેવન કરવું જોઈએ. છાશનું સેવન કરવાથી પાચનતંત્ર દૂરસ્થ રહે છે. છાશમાં પ્રોબાયોટિક્સ હોય છે જે આંતરડામાં ગુડ બેક્ટેરિયાને વધારે છે. 


આ પણ વાંચો: પગના તળિયામાં લસણ ઘસવાથી દવા વિના મટે છે આ સમસ્યાઓ, પ્રિયંકા પણ અજમાવે છે આ નુસખો


હાડકા મજબૂત થાય છે 


છાશ હાડકાને પણ મજબૂત કરે છે. છાશમાં કેલ્શિયમ અને વિટામિન ડી ભરપૂર માત્રામાં હોય છે. જે હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે. ડાયટમાં છાશનો સમાવેશ કરવાથી ઓસ્ટીઓપોરોસિસ જેવી બીમારી થવાનું જોખમ પણ ઘટે છે. 


આ પણ વાંચો: રોજ થાય છાતીમાં બળતરા? તો આ ફળનો પાવડર રાખો ઘરમાં, આ રીતે લેવાથી મટી જાશે એસિડિટી


ભૂખ વધે છે 


જે લોકો ભૂખ ન લાગતી હોય અને તેના કારણે ભોજન બરાબર કરી શકતા ન હોય તેમણે છાશનું સેવન કરવું જોઈએ. છાશમાં એવા પાચક એન્જાઈમ હોય છે જે ભૂખ વધારવામાં મદદ કરે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)