રોજ સવારે સુકા ધાણાનું પાણી પીવાથી શરીરમાંથી દુર થાય છે Bad Cholesterol, સાથે જ થશે આ 5 ફાયદા
Dry Coriander Seeds Benefits: શું તમે જાણો છો કે આ સૂકા ધાણા તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે ? ખાસ કરીને જો શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી રહ્યું હોય તો સૂકા ધાણા તમને આ તકલીફથી મુક્ત કરી શકે છે. આ સિવાય સૂકા ધાણાથી શરીરને અન્ય ફાયદા પણ થાય છે.
Dry Coriander Seeds Benefits: સૂકા ધાણા દરેક ઘરના રસોડામાં સરળતાથી મળી રહેતી વસ્તુ છે. દરેક ઘરમાં સૂકા ધાણા અથવા તો ધાણા ના પાવડર નો ઉપયોગ રસોઈમાં થતો જ હોય છે. ધાણાનો ઉપયોગ કરવાથી રસોઈ નો સ્વાદ વધી જાય છે. કેટલીક વાનગીઓ તો એવી હોય છે જેમાં ધાણાનો ઉપયોગ કરવામાં ન આવે તો તે ટેસ્ટી બનતી નથી. પરંતુ શું તમે જાણો છો કે આ સૂકા ધાણા તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે ? ખાસ કરીને જો શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી રહ્યું હોય તો સૂકા ધાણા તમને આ તકલીફથી મુક્ત કરી શકે છે. આ સિવાય સૂકા ધાણાથી શરીરને અન્ય ફાયદા પણ થાય છે.
સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર સવારના સમયે સૂકા ધાણાનું પાણી પીવાથી શરીરને ગજબ ફાયદા થાય છે. આ પાણી તૈયાર કરવા માટે રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી સૂકા ધાણા મિક્સ કરી તેને ઢાંકીને રાખી દો. સવારે આ પાણીને ગાળીને ખાલી પેટ પીવાનું રાખો. તમે નિયમિત આ રીતે સવારે ધાણાનું પાણી પીશો તો તમારા શરીરને આ પાંચ ફાયદા થશે.
આ પણ વાંચો:
આર્થરાઈટિસ માટે રામબાણ છે સરગવો, ખાવાથી આ એક નહીં થાય છે 5 જોરદાર ફાયદા
Diabetes ના દર્દી માટે ઝેર સમાન છે આ શાકભાજી, ખાતા હોય તો તુરંત કરો બંધ
આ લક્ષણો જણાય તો સમજી લેવું શરીરમાં છે પાણીની ઊણપ, તબિયત ખરાબ થાય તે પહેલા ચેતી જાઓ
શરીર હાઇડ્રેટ રહે છે
ઉનાળાના સમયમાં સવારે ધાણા નું પાણી પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે. તેનાથી શરીરને તાજગી અને એનર્જી મળે છે. તેથી ગરમીના દિવસોમાં નિયમિત ધાણાનું પાણી પીવું જોઈએ.
રોગપ્રતિકારક શક્તિ વધે છે
ધાણામાં વિટામિન એ અને વિટામિન સી ઉપરાંત અન્ય પોષક તત્વો પણ હોય છે. ઘણા ઘરમાં ધાણા નો ઉપયોગ હર્બલ ચા અને ઉકાળો બનાવવા માટે પણ કરવામાં આવે છે. ધાણાના પાણીના નિયમિત સેવનથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે અને રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે.
કોલેસ્ટ્રોલ ઘટે છે
ધાણાનું પાણી પીવાથી શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. તે હાર્ટના સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે. જે લોકોના શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધારે હોય તેમણે નિયમિત ધાણાનું પાણી પીવું જોઈએ.
પેટ માટે ફાયદાકારક
ધાણાના પાણીનું સેવન કરવાથી પેટને પણ ફાયદો થાય છે. તેનાથી ગેસ, અપચો જેવી તકલીફો દૂર થાય છે.
સાંધાના દુખાવામાં ફાયદાકારક
જે લોકોને સાંધાના દુખાવાની તકલીફ હોય તેમણે નિયમિત રીતે ધાણાનું પાણી પીવું જોઈએ તેનાથી સાંધાનો દુખાવો ઓછો થાય છે અને મેટાબોલિઝમ પણ વધે છે. સાથે જ વજન પણ કંટ્રોલમાં રહે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)