Elaichi Chai Benefits: ભારતમાં સૌથી વધુ ચાના શોખીનો જોવા મળે છે. કેટલાક લોકોને તો ચા એટલી પ્રિય હોય છે કે તેનાથી થતા નુકસાનને પણ તેઓ ધ્યાનમાં લેતા નથી અને દિવસ દરમિયાન ચારથી પાંચ કપ ચા ગટગટાવી જાય છે. જોકે વધારે પ્રમાણમાં કોઈપણ વસ્તુ નુકસાન કરી શકે છે. આ વાતને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. પરંતુ જ્યાં સુધી ચાની વાત છે ત્યાં સુધી વૈજ્ઞાનિકોએ એક શોધમાં એ વાત સાબિત કરી છે કે ચા ના પ્રભાવથી કેટલીક સમસ્યાઓને દૂર પણ કરી શકાય છે. બસ તેના માટે ચા ની અંદર એક વસ્તુ ઉમેરવાની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે ચામાં એલચી ઉમેરીને પીવો છો તો તેનાથી તમને સારા પરિણામ જોવા મળે છે. ખાસ કરીને સવારના સમયે પહેલી ચાર જો તમે એલચી ઉમેરીને પીશો તો તમને તેનાથી ઘણા બધા ફાયદા થશે. તો ચાલો તમને જણાવીએ કે એલચી વાળી ચા પીવાથી શરીરને કેટલા ફાયદા થાય છે.


આ પણ વાંચો:


તુલસીના નાના નાના બીજ પેટની ચરબીને કરી દેશે ગાયબ, જાણો સેવન કરવાની સાચી રીત


Sore Throat: ચોમાસામાં થતો ગળાનો દુખાવો દુર કરવા અજમાવો આ આયુર્વેદિક ઉપચાર


રોજ સવારે પીશો એક ગ્લાસ લવિંગનું પાણી તો માથાથી લઈ પગ સુધીની આ સમસ્યા થઈ જશે છૂમંતર


એલચીવાળી ચા પીવાના ફાયદા


1. સવારના સમયે એલચી વાળી ચા પીવાથી પાચનતંત્ર સુધરે છે તેનાથી અપચા એસીડીટી જેવી સમસ્યાથી રાહત પણ મળે છે.


2. એલચી યુક્ત ચા પીવાથી સ્ટ્રેસ પણ ઓછો થાય છે. નિષ્ણાંતો અનુસાર ચામાં એલચી ઉમેરીને તેને પીવાથી મનને શાંતિ મળે છે અને સ્ટ્રેસ રિલીઝ થઈ જાય છે.


3. એલચીમાં એવા તત્વ હોય છે જે મગજને એક્ટિવ કરે છે તેવામાં જો તમે ચામાં એલચી ઉમેરીને પીવો છો તો મગજ એક્ટિવ થઈ જાય છે.


4. એલચીમાં એવા વિશાણુ નાશક ગુણ હોય છે જે આંતરડાને સાફ કરીને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)