Health Tips: રોજ એક ગ્લાસ ચણાનું પાણી પીઓ, મળશે આ ગજબના ફાયદા
કેટલાક લોકો ચણાને પાણીમાં પલાળીને પણ ખાય છે પણ શું તમે જાણો છો કે ચણાની સાથે તેનું પાણી પણ ફાયદાકારક છે. ચણાના પાણીને સ્વાદિષ્ટ બનાવવા માટે તમે તેમાં કાળું મીઠું, ફુદીનો અને જીરા પાવડર નાખીને પી શકો છો.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ચણાની સાથે ચાણાનું પાણી પણ શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે. ચણાનું પાણી રોજ પીવાથી ઘણી બીમારીઓ દૂર થઈ જાય છે. ચણાનું પાણી સવારે ઉઠીને ભૂખ્યા પેટે પી શકો છો. ચણામાં ફાઈબર અને ન્યૂટ્રિએટ્સની માત્રા ભરપૂર હોય છે.
કેટલાક લોકો ચણાને પાણીમાં પલાળીને પણ ખાય છે પણ શું તમે જાણો છો કે ચણાની સાથે તેનું પાણી પણ ફાયદાકારક છે. ચણાના પાણીને સ્વાદિષ્ટ બનાવવા માટે તમે તેમાં કાળું મીઠું, ફુદીનો અને જીરા પાવડર નાખીને પી શકો છો.
વજન ઘટાડી શકાય છે
ચણા ખાવાથી પણ વજન ઘટે છે આ ઉપરાંત ચણાને જે પાણીમાં પલાળવામાં આવે છે તે પાણી પણ ફાયદાકારક છે. આ પાણીમાં મિનરલ્સ અને વિટામિન વધુ માત્રામાં હોય છે જે વજન ઘટાડવામાં વધુ અસરકારક હોય છે.
એનર્જીથી છે ભરપૂર
ચણાનું પાણી સવારે ભૂખ્યા પેટે પીવાથી અને સાથે ફણગાવેલા ચણા (અંકુરિત ચાણા) ખાવાથી તમારો આખો દિવસ એનર્જી યુક્ત રહે છે. ચણાનું પાણી થાક દૂર કરવાનો અકસીર ઈલાજ છે.
ઈમ્યુનિટિ બનાવવામાં થાય છે મદદરૂપ
રોજ ભૂખ્યા પેટે ચણાનું પાણી પીવાથી ઈમ્યુનિટી (Immunity) મજબૂત થાય છે. આ પાણીમાં વિટામિનની સાથે ક્લોરોફિલ (Chlorophyll) અને ફોસ્ફરસ જેવા મિનરલ્સ પણ હોય છે જે બીમારીઓથી દૂર રાખે છે.
ચહેરા પર આવશે ચમક
ભૂખ્યા પેટે ચણા ખાવાથી ચહેરા પર ચમક આવે છે. ચણાના પાણીમાં પણ ચણા જેવા ગુણ હોય છે. સવારે ભૂખ્યા પેટે ચણાનું પાણી પીવાથી લોહી શુદ્ધ થાય છે જેથી ચહેરા પર ચમક (Natural Glow) આવે છે.
ડાયાબિટીસમાં ફાયદાકારક
ડાયાબિટીસ (Diabetes) ની સમસ્યાથી મોટા ભાગના લોકો પરેશાન રહે છે. ચણાનું પાણી ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે.
(નોંધ: આ આર્ટિકલ સામાન્ય જ્ઞાન માટે લખવામાં આવ્યો છે. કોઈ પણ વસ્તુ ખાતા કે પીતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. અને કોરોનાની મહામારી સાથે આ આર્ટીકલને કોઈ સંબંધ નથી. નિષણાતની સલાહ અનિવાર્ય છે.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube