Tea Side Effects: ભારતમાં પાણી પછી જો કોઈ વસ્તુ સૌથી વધુ પીવાતી હશે તો તે ચા હશે. આવું કહેવું ખોટું નહીં હોય. ચા પીવાની તલબ લગભગ દરેક વ્યક્તિને હોય છે. દિવસની શરૂઆત ચા વિના અધૂરી રહે છે. મોટાભાગના લોકો સવારે અને સાંજે ચા પીતા હોય છે. કેટલાક લોકો દિવસમાં ચારથી પાંચ વખત ચા પી લેતા હોય છે. ચા ના પીધી હોય તો અજીબ તલબ ઉપડે છે. જેને ચાની તલબ હોય તેને ચા ન મળે તો પરેશાની થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Neem: રોજ સવારે આ 1 લીલું પાન ચાવી લેવું, બદલતા વાતાવરણમાં બીમારી આસપાસ પણ નહીં ફરકે


ચા પીવાથી શરીરમાં તુરંત જ ફૂરતી  આવી જાય છે. ચા પીવાથી સુસ્તી અને ઉદાસી જેવી ફીલિંગ પણ દૂર થઈ જાય છે. ઘણા લોકો માથાના દુખાવા કે થાકમાં ચા પીવે તો તેમને સમસ્યાથી રાહત મળી જાય છે. આવા અનુભવના કારણે લોકોને ધીરે ધીરે ચા પીવાની લત લાગી જાય છે. પરંતુ વધારે પ્રમાણમાં ચા પીવાથી પાંચ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા પણ થઈ શકે છે. આજે તમને ચા પીવાથી થતી બીમારીઓ વિશે જણાવીએ. 


આ પણ વાંચો:Health Tips: સાકર અને એલચી એકસાથે ખાવાથી દવા વિના દૂર થાય છે આ 5 સમસ્યા


હેર ફોલ


જાણીને આશ્ચર્ય થશે પરંતુ જો વધારે માત્રામાં ચા પીવામાં આવે તો તેનાથી હેર ફોલની સમસ્યા ગંભીર રીતે વધી જાય છે. વધારે પ્રમાણમાં ચા પીવાથી શરીરના પોષક તત્વ ઘટી જાય છે. જેના કારણે વાળના મૂળ નબળા પડી જાય છે. પરિણામે વાળ વધારે પ્રમાણમાં ખરે છે. 


પેટમાં ગેસ 


ગેસની સમસ્યા પણ ચા પીવાથી ગંભીર રીતે વધી જાય છે. ખાસ કરીને સવારે ખાલી પેટ ચા પીવામાં આવે તો બ્લોટીંગ અને ગેસ થઈ જાય છે. તેથી ચા નું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ. 


આ પણ વાંચો:Lukewarm Water: 30 દિવસ સુધી હુંફાળું પાણી પીવાથી શું થાય ? ફાયદા અને નુકસાન જાણી લો


અનિંદ્રા 


જે લોકોને વારંવાર ચા પીવાની આદત હોય છે તેમની સ્લીપિંગ સાયકલ ડિસ્ટર્બ થઈ જાય છે. વધારે પ્રમાણમાં ચા પીવાથી અનિંદ્રા અને ઊંઘ સંબંધિત અન્ય સમસ્યા વધે છે. 


એનિમિયા 


ચા પીવાથી શરીરમાં આયરન નું અવશોષણ ભવાની પ્રક્રિયા ધીમી થઈ જાય છે. આયરનની ખામીના કારણે શરીરમાં લોહી પણ ઘટી જાય છે. જેના કારણે નબળાઈ અને એનિમિયા જેવી તકલીફ થઈ શકે છે. 


આ પણ વાંચો:Flowers: ડાયાબિટીસની દવા છે આ 5 ફૂલ, સવારે ખાઈ લીધું તો રાત સુધી સુગર રહેશે કંટ્રોલ


એસીડીટી 


સવારે ખાલી પેટ ચા પીવાની આદત હોય તેમણે આદત તુરંત બદલવી જોઈએ. સવારે ખાલી પેટ ચા પીવાથી એસિડિટી ની સમસ્યા ગંભીર રીતે વધી જાય છે. જે લોકોને એસીડીટી ની સમસ્યા હોય તેમણે સવારે ખાલી પેટ ચા પીવાનું કાઢવું જોઈએ. સાથે જ દિવસ દરમિયાન પણ મર્યાદિત માત્રામાં જ ચા પીવી જોઈએ.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)