Tea Side Effects: ચા પીવાના શોખીનોને દુનિયામાં કોઈ કમી નથી. ચાની લારી જ્યાં પણ દેખાય ત્યાં લોકોનું ટોળું ઊભું જ હોય છે. ખાસ કરીને સવારના સમયે તો દૂધવાળી કડક મીઠી ચા પીવા માટે લોકો તલપાપડ રહેતા હોય છે. સવારના સમયે ચા પીવાથી શરીરને તાજગી મળે છે અને ઊંઘ ઊડી જાય છે. ઘણા લોકોને તો માત્ર સવારે જ નહીં પરંતુ આખો દિવસ દરમિયાન ઘણા કપ ચા પીવાની આદત હોય છે. જ્યારે પણ સુસ્તી અનુભવાય ત્યારે લોકો ચા પી લેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ચા તમારા શરીરને ગંભીર રીતે નુકસાન પણ કરી શકે છે ? તાજગીનો અનુભવ કરાવતી ચા જો વધારે પ્રમાણમાં પીવામાં આવે તો તેનાથી શરીરને નુકસાન પણ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધારે ચા પીવાથી થતા નુકસાન


આ પણ વાંચો:


ચોમાસામાં સ્કીન પર થતા ફંગલ ઈન્ફેકશનથી તુરંત મુક્તિ અપાવશે આ ઘરેલુ ઉપાયો


જાણો કેટલા પ્રકારનું હોય છે મીઠું, કયુ મીઠું આપણા સ્વાસ્થ્ય માટે હોય છે ફાયદાકારક


Health Tips: આ 4 શાક કાચા ખાવાની ન કરવી ભુલ, ખાશો તો પહોંચી જશો હોસ્પિટલના ખાટલે


ઊંઘ થશે પ્રભાવિત


ચામાં કેફિન વધારે હોય છે જે તમારી ઊંઘને પ્રભાવિત કરી શકે છે. જો તમે વધારે પ્રમાણમાં ચા પીવો છો તો તમે અનિંદ્રાના શિકાર થઈ શકો છો અને સાથે જ સ્કિન સંબંધિત સમસ્યા અને સ્ટ્રેસ પણ વધી શકે છે.


છાતીમાં બળતરા


જે લોકો વધારે પ્રમાણમાં કેફિન લેતા હોય છે તેમને છાતીમાં બળતરાની સમસ્યા વધી શકે છે. કારણ કે કેફીન પેટમાં એસિડના ઉત્પાદનને વધારે છે જેના કારણે છાતીમાં બળતરા વધે છે.


ડિહાઇડ્રેશન


જો તમે જરૂર કરતા વધારે ચા પીવો છો તો તમને ડિહાઇડ્રેશનની સમસ્યા પણ થઈ શકે છે કારણ કે ચામાં રહેલું કેફીન શરીરમાં રહેલું પાણી શોષી જાય છે જેના કારણે શરીરમાં પાણીની ખામી સર્જાય છે.


આ પણ વાંચો:


આ 3 સ્થિતિમાં બાળકોને પણ આવી શકે છે હાર્ટ એટેક, જાણો કારણ અને બચવાના ઉપાય


Health Tips: અશ્વગંધા ખાવાથી શરીરને થતા આ 5 ફાયદા વિશે નહીં જાણતા હોય તમે પણ


આયરનની ઉણપ


જો તમે દિવસ દરમિયાન વધારે પ્રમાણમાં ચા પીશો તો પાચનતંત્રમાં આયરનને અવશોષિત કરવાની પ્રણાલી પ્રભાવિત થશે જેના કારણે શરીરમાં રક્તની ઉણપ સર્જાઈ શકે છે.


દાંતની સમસ્યા


વધારે પ્રમાણમાં ચા પીવાથી દાંત પીળા પડી શકે છે આ ઉપરાંત કેવિટીની સમસ્યા પણ થઈ શકે છે જો તમે તમારા દાંતને સફેદ અને સ્વસ્થ રાખવા માંગો છો તો ઓછા પ્રમાણમાં ચા પીવી.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)