Weight Loss Drinks: વજન ઘટાડવું એ ઘણા લોકો માટે ખૂબ જ મુશ્કેલ હોય છે, વજન ઘટાડવાની જર્નીમાં સૌથી મહત્વપૂર્ણ છે કે તમે હેલ્થી ડાયેટ અને એક્સરસાઈઝ દ્વારા તમારું વજન જાળવી રાખો. જો કે વજન ઘટાડવા માટે કોઈ શોર્ટકટ નથી, પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જે તમને વજન ઘટાડવાની જર્નીમાં મદદ કરે છે. આજે અમે તમને એવા જ કેટલાક ડ્રિંક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું સેવન તમારે દરરોજ સવારે ખાલી પેટ કરવું જોઈએ. આ ડ્રિંક પીવાથી તમને વજન ઘટાડવામાં ઘણી મદદ મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેટ લોસ માટે ફાયદાકારક છે આ ડ્રિંક્સ


હર્બલ ડિટોક્સ ટી- દરરોજ સવારે ઉઠ્યા પછી ખાલી પેટ હર્બલ ડિટોક્સ ટીનું સેવન કરવાથી વજન ઘટાડવામાં ઘણી મદદ મળે છે. તે તમારા શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે. તમે આદુ, કાળા મરી અથવા ફુદીનામાંથી બનેલી હર્બલ ટી લઈ શકો છો.


હળદરનું પાણી- હળદરમાં એન્ટી ઈંફ્લેમેટરી ગુણો હોય છે, જે શરીરની સુજન ઘટાડવાની સાથે વજન ઘટાડવામાં પણ ફાયદાકારક સાબિત થાય છે. હૂંફાળા પાણીમાં હળદર, મધ અને લીંબુ ભેળવીને રોજ સવારે પીવો. હળદર પાચનમાં મદદ કરે છે, મેટાબોલીઝમને બુસ્ટ કરે છે અને પેટનું ફૂલવું ઘટાડે છે.


આ પણ વાંચો
ટ્રેનમાં બરાબર મુસાફરી ટાણે જ ટિકિટ ખોવાઈ જાય તો શું કરવું? ફટાફટ કરજો આ એક કામ
અ'વાદ સહિત વડોદરામાં પણ ભૂકંપના આંચકા: ધરા ધ્રૂજતા લોકો ડરના માર્યા ઘરની બહાર દોડ્યા
Delhi NCR Earthquake: ગુજરાત સહિત સમગ્ર ભારત ભૂકંપ આંચકા, ભૂકંપની તીવ્રતા 6.6



ઘી અને ગરમ પાણીઃ- આયુર્વેદમાં ઘીના અનેક ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. વજન ઘટાડવા માટે પણ ઘી ખૂબ જ સારું માનવામાં આવે છે. ઘીમાં હેલ્ધી ફેટ હોય છે. જ્યારે ગરમ પાણીમાં ભેળવવામાં આવે છે, ત્યારે તે પાચન અને ચયાપચયને વધારવામાં ઘણી મદદ કરે છે. પાણીમાં ઘી ભેળવીને પીવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે જેના કારણે તમારી કેલરીનું પ્રમાણ ઘણું ઓછું થઈ જાય છે. ઘીમાંથી વિટામિન અને મિનરલ્સ પણ મળે છે.


એપલ સાઇડર વિનેગર- એપલ સાઇડર વિનેગર વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. હૂંફાળા પાણીમાં એપલ સાઇડર વિનેગર, મધ અને લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી પેટ ફૂલવાની સમસ્યા દૂર થાય છે. એપલ સીડર વિનેગર ચરબી તોડવાનું કામ કરે છે. આ સાથે, તે બ્લડ સુગર લેવલ અને ખાંડવાળી વસ્તુઓની ક્રેવીંગને પણ ઘટાડે છે.


લીંબુ પાણી- દિવસની શરૂઆત કરવા માટે લીંબુ પાણી ખૂબ જ સારું માનવામાં આવે છે. લીંબુમાં વિટામિન સી મળી આવે છે જે તમારા મેટાબોલિઝમને બુસ્ટ કરવાનું કામ કરે છે. સવારે ઉઠ્યા બાદ લીંબુ પાણીનું સેવન કરવાથી શરીરના તમામ ઝેરી તત્વો સરળતાથી બહાર નીકળી જાય છે. તેમાં પેક્ટીન ફાઈબર પણ જોવા મળે છે, જે તમારી ભૂખને નિયંત્રિત કરવાનું કામ કરે છે.


આ પણ વાંચો
રાશિફળ 22 માર્ચ: સિંહ-તુલા સહિત આ રાશિવાળા માટે અત્યંત શુભ છે આજનો દિવસ
ગુજરાતમાં ફરી મોતનો 'તાંડવ' શરૂ:11 દિવસ બાદ બીજું મોત, આજના કેસ તમને ધ્રુજારી ઉપાડશે

રસ્તો અને ચહેરો ઓળખવામાં થાય છે સમસ્યા, યાદદાસ્ત પર પડે છે અસર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube