How To Make Chandan Face Pack: બદલાતી સિઝનમાં સ્કિન પર અનેક પ્રકારની સમસ્યાઓ જેવી કે લાલ ચકામા, ખંજવાળ અને ડ્રાયનેસ વગેરે. એવામાં આજે અમે તમને ચંદન ફેસ પેક લઈને આવ્યા છીએ. ચંદન પાઉડર એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. આથી ચંદન ડ્રાય સ્કિન માટે શાનદાર હોય છે. ચંદન ફેસ પેકના ઉપયોગથી તમારી સ્કિન ઢીલી થતી બચે છે. જેનાથી તમારા ચહેરા પર રિંકલ્સ અને ફાઈન લાઈન્સને આવવાથી રોકે છે. એવામાં ગરમીમાં ચંદન ફેસ પેક જરૂર લગાવવો જોઈએ. તો ચાલો જાણીએ ચંદન ફેસ પેક કેવી રીતે બનાવશો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચંદન ફેસ પેક બનાવવાની જરૂરી સામગ્રી:
2 ચમચી ચંદન પાઉડર
1 ચમચી ગુલાબજળ


ચંદન ફેસ પેક કેવી રીતે બનાવશો:
ચંદન ફેસ પેક બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ લો.
પછી તેમાં ચંદન પાઉડર અને ગુલાબ જળ મિક્સ કરો.
તેના પછી બંને વસ્તુને સારી રીતે મિક્સ કરીને થોડી પાતળી પેસ્ટ તૈયાર કરી લો.
હવે તમારી ડ્રાય સ્કીન માટે ચંદન ફેસ પેક બનીને તૈયાર થઈ ગઈ છે.


ચંદન ફેસ પેકનો કેવી રીતે ઉપયોગ કરશો:
ચંદન ફેસ પેકને લગાવતાં પહેલાં તમારા ચહેરાને સ્વચ્છ જળથી સાફ કરી લો.
પછી તમે તૈયાર માસ્કને ડ્રાઈ સ્કીનવાળી જગ્યા પર લગાવી લો.
તેના પછી ચહેરા પર લગભગ અડધા કલાક સુધી લગાવીને રાખો.
પછી તમારા ચહેરાને ચોખ્ખા જળથી ધોઈને સાફ કરી લો.
 
(Disclaimer: અહીંયા આપવામાં આવેલી જાણકારી ઘરેલુ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)