how earbuds are dangerous for ear : ઈયર બડ્સનો સૌથી વધુ ઉપયોગ કરનારના કાનને કેટલું નુકસાન થાય છે તેને ખબર હોતી નથી. તેનાથી સાંભળવાની ક્ષમતાને ન માત્ર નુકસા થાય છે, પરંતુ વારંવાર ઈયર બડ્સનો ઉપયોગ કરવાથી કાનમાં મળ જમા થવા લાગે છે. જે કાનની નળીની ઉંડાઈ સુધી પહોંચીને શરીર માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તો જાણી લો ઈયર બડ્સ તમારા કાન માટે કેટલું નુકસાનકારક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈયર બડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થવા લાગે છે. તેના કારણે માથાનો દુખાવો અને માઈગ્રેન થવા લાગે છે. એટલું જ નહિ, તેનાથી વ્યક્તિની ઊંઘમાં પણ ખલેલ પહોંચે છે. તેનાથી અનિંદ્રા કે સ્લીપ એપનિયા જેવી સમસ્યાઓ થઈ શકે છે. ઈયર બડ્સના ઉપયોગથી સાંભળવાની ક્ષમતાને નુકસાન પહોંચે છે. તેજ અવાજથી ગીત સાંભળવાથી તમારા કાનમાં બહેરાશ આવવા લાગશે. 


કાનમાં મળ જમા થશે
સતત ઈયર બડ્સ યુઝ કરવાથી કાનમાં મળ જમા થવા લાગશે. આ મળ કાનની નળીમાં ઉંડાઈ સુધી પહોંચીને તેને નુકસાન પહોંચાડશે. ઈયર બડ્સને કારણે કાનમાં રક્તનો ફ્લો ખરાબ રીતે પ્રભાવિત થાય છે. તેથી તમે રાતે ઊંઘતા સમયે ઈયર બડ્સનો ઉપયોગ કરવાનું ટાળો. તેનાથી કાનમાં મોટી સમસ્યા આવી શકે છે. 


દક્ષિણ ગુજરાતનું ચમત્કારિક ગણપતિ મંદિર, જ્યાં બાદશાહ ઔરંગઝેબે પણ ઘૂંટણિયે પડીને માફી માંગી હતી


દિલની બીમારીનો ખતરો
ઈયરબડ્સ હાર્ટની બીમારીના ખતરાનું કારણ બની શકે છે. કલાકો સુધી હેડફોન લગાવી રાખવાથી અને મ્યૂઝિકને મોટા અવાજમાં સાંભળવાથી તેનાથી સીધી દિલ પર અસર પડે છે. જેનાથી હાર્ટ બીટ્સ વધી શકે છે અને આગળ જઈને મોટું નુકસાન ઉઠાવવુ પણ પડી શકે છે. 


60 મિનિટથી વધારે યુઝ ન કરો
એક્સપર્ટસની માનીએ તો તમે કલાકો સુધી ઈયરબડ્સનો ઉપયોગ કરો છો, તો તાત્કાલિક તમારું રુટિન બદલી દો. 60 મિનિટથી વધારે સમય ઈયરબડ્સનો ઉપયોગ ન કરવો જોઈએ. આ ઉપરાંત વચ્ચે-વચ્ચે વોલ્યુમ પણ ઓછો કરતા રહેવું.
 
Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.


કેનેડામાં ગુજરાતીઓની રોજીરોટી છીનવાઈ! હવે કેનેડા જવું કોઈને પોસાય તેમ નથી, 35 ટકાનો ઘટાડો