Fennel Seeds: વરીયાળી એવો મસાલો છે જેનો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવાની સાથે મુખવાસ તરીકે થાય છે. વરિયાળી માઉથ ફ્રેશનર તરીકે ઉપયોગમાં લેવાય છે. ઘણા લોકો જમ્યા પછી વરીયાળીને મુખવાસ તરીકે ખાતા હોય છે. રેસ્ટોરન્ટમાં જમ્યા પછી પણ મુખવાસ તરીકે વરિયાળી આપવામાં આવે છે. આમ કરવાનું ખાસ કારણ હોય છે. વરીયાળી ફક્ત માઉથ ફ્રેશનર નથી જમ્યા પછી એક ચમચી વરિયાળી ખાઈ લેવામાં આવે તો પણ શરીરને ઘણા બધા ફાયદા થાય છે. વરીયાળી અનેક ગુણથી ભરપૂર હોય છે. જો તમે વરિયાળીનું સેવન કરો છો તો શરીરમાં આ પ્રકારના ફાયદા જોવા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Weight Gain Food: કેટલી કેલેરીથી વજન વધે? જાણો એક ચમચી ખાંડમાં કેટલી કેલેરી હોય છે?


જમ્યા પછી વરીયાળી ખાવાના ફાયદા 


પાચનને સુધારે છે


વરીયાળી પાચનને સુધારે છે. પેટ સંબંધિત સમસ્યા જેમકે બ્લોટીંગ અને એસીડીટી રહેતી હોય તો વરિયાળી ખાવી જોઈએ. જમ્યા પછી વરીયાળી ખાવાથી ભોજન સારી રીતે પચે છે અને અપચો થતો નથી. 


બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે


વરિયાળીમાં પોટેશિયમ સારી માત્રામાં હોય છે જે શરીરના એસિડ બેલેન્સને જાળવી રાખે છે. વરીયાળી ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને હાર્ટની હેલ્થ પણ સારી રહે છે. 


આ પણ વાંચો: Triphala Benefits: આ રીતે ત્રિફળા લેશો તો દવા વિના મટી જશે આ 5 સમસ્યાઓ


બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે


ડાયાબિટીસ મેનેજ કરવામાં પણ વરીયાળી ફાયદો કરે છે. વરીયાળી બ્લડ સુગરને રેગ્યુલેટ કરે છે. જેના કારણે બ્લડ સુગર સ્પાઇક થતું નથી. વરીયાળીના દાણા એવા પોષક તત્વોથી ભરપૂર હોય છે જે ઇન્સ્યુલિન સેન્સિટીવીટીને સુધારે છે. વરીયાળી જમ્યા પછી બ્લડ સુગર લેવલની કંટ્રોલ કરવામાં મદદ કરે છે. 


આ પણ વાંચો: Uric Acid: રોટલીના લોટમાં આ મસાલો ઉમેરી બનાવો રોટલી, વધેલું યુરિક એસિડ ઘટશે ફટાફટ


વજન કંટ્રોલ કરે છે


જાણીને નવાઈ લાગશે પરંતુ વરીયાળી વધતા વજનને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. વરીયાળી ખાવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે જેના કારણે પાચન સારું રહે છે અને શરીરમાં વધારાનું ફેટ જામતું નથી. આ રીતે વરીયાળી વજન ઘટાડવામાં મદદ કરે છે. 


આ પણ વાંચો: રાત્રે સૂતા પહેલા 2 એલચી ખાવી શરીર માટે વરદાન, વજન કંટ્રોલ કરવા સહિતના ફાયદા થશે


ત્વચાને ફાયદો


વરીયાળી ત્વચાને પણ ફાયદો કરે છે. વરિયાળીમાં પાવરફુલ એન્ટીમાઇક્રોબિયલ ગુણ હોય છે. જ ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. જમ્યા પછી એક ચમચી વરિયાળી ખાઈ લેવામાં આવે તો સ્કીનને પણ ફાયદો થાય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)