How to Control Uric Acid: આજના સમયમાં નાની ઉંમરમાં જ યુવાનોને પણ લાઈફ સ્ટાઈલ સંબંધિત બીમારી થઈ જાય છે. આવી જ એક બીમારી છે યુરિક એસિડ. યુરિક એસિડ એક એવું કેમિકલ છે જે પ્યુરીન નામના કેમિકલના કેમિકલ ને નાના નાના ટુકડામાં તોડી નાખે છે. જ્યારે શરીરમાં યુરિક એસિડ વધી જાય છે તો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થવા લાગે છે. યુરિક એસિડમાં વધારો થવાથી સાંધાના દુખાવા, ડાયાબિટીસ, હાર્ટ અને કિડની સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે. તેથી જરૂરી છે કે શરીરમાં યુરિક એસિડનું લેવલ કંટ્રોલમાં રહે. આજે તમને જણાવીએ એવા ઘરગથ્થુ ઉપાય વિશે જેને કરીને તમે યુરિક એસિડને કંટ્રોલમાં કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


દહીંમાં ગોળ ઉમેરીને ખાવાથી જડમૂળથી દુર થશે આ બીમારીઓ, શરીરને થશે અઢળક ફાયદા


Bad Cholesterol ને શરીરમાંથી દુર કરે છે આ વસ્તુઓ, વધારે છે ગુડ કોલેસ્ટ્રોલ


Weight Loss કરવા માટે ડાયટ કે એક્સરસાઈઝ નહીં કરો આ કામ, 10 દિવસમાં દેખાશે અસર


અજમાથી યુરિક એસિડને કરો કંટ્રોલ


અજમાનો ઉપયોગ રસોઈમાં કરવામાં આવે છે. આ અજમા સ્વાસ્થ્યને પણ લાભ કરે છે. જો યુરિક એસિડ વારંવાર વધી જતું હોય તો તમે અજમાનો ઉપયોગ કરી શકો છો. જો તમને યુરિક એસિડ હોય તો રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમા ઉમેરીને પલાળી દો. સવારે આ પાણીને ગાળી અને પી જવું. તમે અજમાની સાથે પાણીમાં આદુને પણ રાખી શકો છો. નિયમિત રીતે આ પાણી પીવાથી યુરિક એસિડ કંટ્રોલમાં રહે છે.


અજમાનું પાણી પીવાથી થતા ફાયદા


આ પણ વાંચો:


સુકી ઉધરસ અને ગળામાં દુખાવો તુરંત દુર કરે છે આ દેશી નુસખા, છૂટો પડી નીકળી જાશે કફ


દૂધમાં ઉમેરો આ પાન અને પછી પીવો તેને, માઈગ્રેન અને પથરીના દુખાવાથી મળશે રાહત
 


- રોજ સવારે અજમાનું પાણી પીવાથી એસિડિટી અને કબજિયાત જેવી તકલીફો પણ દૂર થાય છે. 


- જો તમને સાંધાના દુખાવાની સમસ્યા હોય ત્યારે પણ સવારે અજમાનું પાણી પીવું ફાયદાકારક સાબિત થાય છે. આ પાણી પીવાથી સાંધાના દુખાવા મટે છે. 


- અજમાની અંદર એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે શરીરમાંથી શરદી ઉધરસ સેવા વાઇરલ ઇન્ફેક્શનને દૂર કરે છે.