Dry Amla: આમળા જોરદાર સુપરફૂડ છે. તેમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેનાથી શરદી, ઉધરસ અને ફ્લૂ સહિત અનેક પ્રકારના વાયરલ રોગથી શરીરનું રક્ષણ થાય છે. સામાન્ય રીતે આપણે આમળાનો ઉપયોગ વાળ અને ત્વચાની સુંદરતા વધારવા માટે કરીએ છીએ પરંતુ તેનાથી સ્વાસ્થ્યને અન્ય ઘણા ફાયદા થઈ શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું માનવું છે કે જો આમળાને તડકામાં સૂકવીને ખાવામાં આવે તો તે ઘણી બીમારીઓ થવાનું જોખમ ઘટાડી શકા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: કબજિયાત રહેતી હોય તો રાત્રે સૂતા પહેલા ખાવી આ વસ્તુ, સવારે આવી જશે પેટ સાફ


સૂકા આમળા ખાવાના ફાયદા
 
1. રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે


સૂકા આમળામાં વિટામીન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે.  જે ચેપને રોકવામાં મદદ કરે છે. કોરોના વાયરસ રોગચાળા દરમિયાન પણ રોગપ્રતિકારક શક્તિ વધારવા પર ઘણો ભાર મૂકવામાં આવ્યો હતો. તેવામાં બદલાતા હવામાનમાં સુકા આમળા આપણને ઘણી બીમારીઓથી બચાવી શકે છે.


2. પાચન સુધરે છે


મોટાભાગે આપણે તૈલીય અને મસાલેદાર વસ્તુઓ વધારે ખાતા ગોય છે. તેના કારણે આપણને એસિડિટી, હાર્ટબર્ન, કબજિયાત અને અપચોની ફરિયાદ થવા લાગે છે. આવી સ્થિતિમાં જો તમે સૂકા આમળાને પાણીમાં ઉકાળીને ખાશો તો પેટની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે.


આ પણ વાંચો: Heart Attack: આ 3 આદતના કારણે આવી શકે છે હાર્ટ અટેક, તમને હોય તો આજથી જ બદલો


3. દૃષ્ટિ સુધરશે


આમળામાં વિટામિન એ અને વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે, તે દ્રષ્ટિને સુધારે છે અને રાતાંધળાપણું જેવી બીમારીઓ થવાનું જોખમ ઘટાડે છે.


4. શ્વાસની દુર્ગંધથી મળશે છુટકારો 


ઘણીવાર દાંત અને મોં બરાબર સાફ ન થવાના કારણે શ્વાસમાંથી દુર્ગંધ આવવા લાગે છે. આવી સ્થિતિમાં તમે સૂકા આમળાને ચાવીને ખાઈ શકો છો. સુકા આમળા કુદરતી માઉથ ફ્રેશનર તરીકે કામ કરે છે.


આ પણ વાંચો: Migraine: માઈગ્રેનના દુખાવાથી દવા વિના મેળવવી હોય મુક્તિ તો કરો આ 4 ઉપાય


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)