What To Eat After Jogging: હવે લોકો સ્વાસ્થ્યનું મહત્વ સમજવા લાગ્યા છે અને એટલા માટે જ શરીરની ફિટ રાખવા માટે રોજ જોગિંગ અથવા વોક જેવી કસરતો કરે છે. પરંતુ જોગિંગ કર્યા પછી લોકો કેટલીક ભૂલ કરે છે જેના કારણે જેટલો ફાયદો થવો જોઈએ એટલો થતો નથી. જોગિંગ કર્યા પછી લોકો હળવો નાસ્તો કરી લે છે જે કરવું જોઈએ નહીં. જ્યારે તમે જોગિંગ કરો છો તો શરીરમાં ઉર્જા ઘટી જાય છે અને તેના કારણે જો જરૂરી પૌષ્ટિક આહાર ન લો તો શરીરને નુકસાન થાય છે. તેથી જોગિંગ કર્યા પછી તમે શું ખાવ છો તે ખૂબ જ મહત્વનું છે. જોગિંગ કર્યા પછી એવી વસ્તુનું સેવન કરવું જોઈએ જે સ્નાયુને મજબૂત કરે અને સાથે જ શરીરને એનર્જી પૂરી પાડે. આજે તમને જણાવ્યું કે જોગિંગ કર્યા પછી કેવા પ્રકારની વસ્તુઓનું સેવન કરવું જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ લાલ સુકી વસ્તુ ડાયાબિટીસનો કરશે અંત, થોડા જ દિવસમાં દેખાશે બ્લડ રિપોર્ટમાં સુધારો


Diabetes ના દર્દી પણ આ Sweet વસ્તુ ખાઈ શકે છે બે હાથે, નથી વધતું બ્લડ સુગર


દવા કર્યા પછી પણ ઉધરસ મટતી ન હોય તો એકવાર અજમાવી જુઓ આ દેશી ઉપચાર, તુરંત થશે અસર


ઈંડા


જો તમે ઈંડા ખાવ છો તો સવારની એક્સરસાઇઝ કે જોગિંગ પછી ઈંડા ખાવાનું રાખો. ઈંડા કેલ્શિયમથી ભરપૂર હોય છે તેથી જોગીંગ કર્યા પછી ઈંડાનું સેવન કરવાથી સ્નાયુ મજબૂત થાય છે અને શરીરમાં આયરનની ખામી પણ દૂર થાય છે. ઈંડા ખાવાથી શરીરમાં દુખાવો પણ થતો નથી.


ડ્રાયફ્રૂટ્સ


ડ્રાયફ્રુટનું સેવન કરવાથી પણ શરીરને ફાયદો થાય છે. તેનાથી શરીરના દુખાવા માટે છે અને ઇમ્યુનિટી મજબૂત થાય છે. સાથે જ તેનાથી બોડી હેલ્ધી બને છે. જોગિંગ કર્યા પછી નોટ્સ નું સેવન કરવાથી શરીરને સૌથી વધુ લાભ થાય છે 


ફ્રૂટ્સ


ફ્રૂટમાં પણ ભરપૂર પ્રમાણમાં ફાઇબર અને વિટામીન જેવા પોષક તત્વો હોય છે. તેનું સેવન કરવાથી શરીરમાં પાણીની ઉણપ દૂર થાય છે અને શરીર હાઈડ્રેટ થઈ જાય છે. તેથી જોગિંગ કર્યા પછી ફ્રુટનું સેવન કરવાથી પણ લાભ થાય છે.