Ragi Atta Roti: મોટાભાગના લોકો ઘઉંના લોટની રોટલી ખાય છે. એ વાતમાં કોઈ શંકા નથી કે ઘઉંનો લોટ સ્વાસ્થ્ય માટે ખરાબ નથી પરંતુ જો તમે ઘઉંના લોટને બદલે રાગીના લોટમાંથી બનેલી રોટલી ખાવ છો તો તે શરીરને જબરદસ્ત ફાયદા કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાસ કરીને ઠંડીના દિવસોમાં આ લોટની રોટલી ખાવી ફાયદાકારક રહે છે. રાગીની તાસીર ગરમ હોય છે અને રાગીની રોટલી ખાવાથી કેટલાક જોરદાર બેનિફિટ મળે છે. આજે તમને જણાવીએ જો તમે ડાયટમાં રાગીની રોટલી સામેલ કરો છો તો તેનાથી કેવા ફાયદા થાય છે. 


આ પણ વાંચો: Desi Dava: શરદી-ઉધરસનો કાળ છે આ 5 દેશી મસાલા, ડોક્ટર પણ માને છે આ વસ્તુની શક્તિને


ઓવરઇટીંગથી છુટકારો 


જો તમને વારંવાર ભૂખ લાગે છે અને તમે ઓવર ઈટિંગ પર કંટ્રોલ કરવા માંગો છો તો જમવામાં રાગીના લોટની રોટલીનો સમાવેશ કરો. રાગી ફાઇબરથી ભરપૂર હોય છે અને તેની બે રોટલી પણ ખાશો તો પેટ કલાકો સુધી ભરેલું રહેશે. 


દુખાવા મટશે 


ઠંડીના દિવસોમાં હાડકાના અને સાંધાના દુખાવા વધી જતા હોય છે. આ તકલીફથી છુટકારો મેળવવામાં રાગી મદદ કરી શકે છે. રાગીના લોટની રોટલી ખાવાથી કેલ્શિયમ વધે છે અને હાડકા મજબૂત બને છે. 


આ પણ વાંચો: Winter Food: શિયાળામાં એનર્જી વધારે છે આ 3 સુપરફુડ, દિવસ દરમિયાન ખાવાથી આળસ થશે દુર


પેટની સમસ્યાથી રાહત 


ઘણા લોકોને પાચન સંબંધિત સમસ્યા રહેતી હોય છે આવી સ્થિતિમાં પણ રાગી ખાવી ફાયદાકારક સાબિત થાય છે. તેમાં રહેલા ડાયેટરી ફાઇબર કબજિયાત અને અપચાની સમસ્યાને મટાડે છે. 


ડાયાબિટીસ રહે છે કંટ્રોલમાં 


રાગી બ્લડ ગ્લુકોઝ લેવલ અને ઓક્સિડાઇટીંગ સ્ટ્રેસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. રાગીના લોટમાં એવા ઔષધીય ગુણ હોય છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે લાભકારી છે. 


આ પણ વાંચો: Alum Water: ફટકડીના પાણીથી કોગળા કરવાથી દુર થઈ શકે છે આ 5 સમસ્યાઓ, જાણો ઉપયોગની રીત


કોણે રાગી ન ખાવી ?


આમ તો રાગી ફાયદાકારક છે પરંતુ કેટલાક લોકોએ રાગીનો લોટ ઉપયોગમાં લેવો નહીં. જેમકે જે લોકોને કિડની તકલીફ હોય અથવા તો યુરીનરી ટ્રેક સંબંધિત બીમારી હોય તેમણે રાગીનું સેવન કરવું નહીં.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)