Bad Cholesterol: રોજ જમવા સાથે ખાઓ આ લાલ ચટણી, નસેનસમાં જામેલું બેડ કોલેસ્ટ્રોલ શરીરમાંથી નીકળી જાશે બહાર
Bad Cholesterol: ખાસ તો જ્યારે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જાય છે તો ધમનીઓમાં મીણ જેવો ચીકણો પદાર્થ જામી જાય છે. આ પદાર્થના કારણે રક્ત પરિભ્રમણ ધીમું પડી જાય છે. જેના કારણે હૃદય સુધી પણ રક્ત પહોંચતું નથી અને હાર્ટ સંબંધિત બીમારીઓનું રીસ્ક વધી જાય છે.
Bad Cholesterol: ખાવા પીવાની વસ્તુઓના માધ્યમથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધે છે. બેડ કોલેસ્ટ્રોલ ધીરે ધીરે શરીરની નસોમાં જામવા લાગે છે. આપણા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ અને ગુડ કોલેસ્ટ્રોલ બંને હોય છે. પરંતુ જ્યારે તેમનું સ્તર સંતુલિત રહેતું નથી તો ઘણી બધી સમસ્યા થઈ જાય છે. આ ચટણી તીખી તમતમતી હોય છે પણ શરીરને અનેક ફાયદા કરાવે છે.
ખાસ તો જ્યારે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જાય છે તો ધમનીઓમાં મીણ જેવો ચીકણો પદાર્થ જામી જાય છે. આ પદાર્થના કારણે રક્ત પરિભ્રમણ ધીમું પડી જાય છે. જેના કારણે હૃદય સુધી પણ રક્ત પહોંચતું નથી અને હાર્ટ સંબંધિત બીમારીઓનું રીસ્ક વધી જાય છે.
વધેલા બેડ કોલેસ્ટ્રોલના લક્ષણો
આ પણ વાંચો: Health Tips: સવારે ખાલી પેટ મીઠો લીમડો ચાવીને ખાવાથી થતા 4 મોટા ફાયદા વિશે જાણો
બેડ કોલેસ્ટ્રોલ વધી જાય તો આમ તો કોઈ લક્ષણ દેખાતા નથી. પરંતુ શરીરની અંદર નુકસાન થવા લાગે છે. શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જાય તો સતત થાક લાગે છે. શ્વાસ લેવામાં સમસ્યા થાય છે અને હાર્ટ પર દબાણ હોય તેવું લાગે છે.
બેડ કોલેસ્ટ્રોલ માટે લાલ ચટણી
વધેલા બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા અને શરીરમાંથી બહાર કાઢવા માટે તમે એક ખાસ ચટણી બનાવી શકો છો. આ ચટણીમાં એવી વસ્તુઓ ઉમેરવામાં આવે છે જે બેડ કોલેસ્ટ્રોલને નેચરલી કંટ્રોલ કરે છે. આ ચટણીનું સેવન રોજ ભોજન સાથે કરશો તો બેડ કોલેસ્ટ્રોલ નસેનસમાંથી સાફ થઈ જાશે.
આ પણ વાંચો: ચશ્માના નંબર સતત વધી રહ્યા છે ? તો ડાયટમાં સામેલ કરો આ વિટામિન્સ, ઘટવા લાગશે નંબર
ચટણી બનાવવાની રીત
સૌથી પહેલા કાચા લસણની 2 કળીમાં થોડો ગોળ ઉમેરી બરાબર વાટી લો. તમે સ્વાદ માટે તેમાં મીઠું અને લાલ મરચું પણ ઉમેરી શકો છો. આ વસ્તુઓને બરાબર કુટી અને પેસ્ટ તૈયાર કરી લો.
આ પણ વાંચો: પગ પર પગ ચઢાવીને બેસવાથી વધે છે બીમારીઓ, મહિલાઓએ તો તુરંત છોડી દેવી આ આદત
લાલ ચટણીના ફાયદા
આ ચટણી ખાવાથી નસોનું ફંકશનિંગ વધે છે. સંકોચાયેલી નસો ખુલે છે અને બ્લડ સર્કુલેશન પણ ઝડપી થાય છે. લસણ શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. લસણમાં નેચરલ બ્લડ થિનિંગ ઈફેક્ટ હોય છે. જે રક્તને પાતળું કરે છે. જેમને બ્લડ સર્કુલેશન સંબંધિત અન્ય સમસ્યાઓ હોય તેઓ પણ આ ચટણી ખાઈ શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)