Health Benefits of Almond: બદામ વિટામિન ઈ, ઓમેગા 3 ફેટી એસિડ અને ફાઇબરથી ભરપૂર હોય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો નું કહેવું છે કે બદામનું સેવન કરવું શરીર માટે સુપર ફૂડ કહી શકાય. કારણ કે તે પ્રોટીનથી ભરપૂર હોય છે અને તેને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. આ સિવાય બદામ ખાવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. જે લોકોને હાઈ બ્લડ પ્રેશર રહેતું હોય તેમણે પણ બદામ ખાવી જોઈએ. બદામ ખાવાથી સ્નાયુ પણ બરાબર રીતે કામ કરતા રહે છે. ટૂંકમાં કહીએ તો બદામ ખાવી સ્વાસ્થ્ય માટે દરેક રીતે લાભકારી છે પરંતુ મોટાભાગના લોકોના મનમાં કન્ફ્યુઝન એ વાતનું હોય છે કે બદામ ખાવી કઈ રીતે. એટલે કે બદામને કાચી ખાવી કે તેને પલાળીને તેનું સેવન કરવાથી વધારે લાભ થાય છે ? આજે તમારી આ ચિંતાને દૂર કરીએ અને જણાવીએ કે કઈ બદામ ખાવાથી સ્વાસ્થ્યને વધારે લાભ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ડાયાબિટીસના દર્દી અજમાવે આ ઘરગથ્થુ નુસખા, જરા પણ નહીં વધે Sugar


આ 5 લિક્વિડ પેટમાં ગયાની સાથે જ વધારે છે Bad Cholesterol,જીવવું હોય તો તુરંત કરો બંધ
 


ઘણા લોકોને સવારે પલાળેલી બદામ ખાવાની આદત હોય છે. મોટાભાગના લોકો આ જ રીતે બદામ ખાતા હોય છે. કારણ કે બદામની છાલમાં ટેનીન નામનું તત્વ હોય છે જ્યારે તમે બદામને પલાળો છો તો તેનું આ તત્વ છાલ સાથે નીકળી જાય છે. 


પલાળેલી બદામ ખાવાના ફાયદા


- બદામને પલાળીને ખાવાથી પાચનતંત્ર સારું રહે છે. બદામ ને પલાળી રાખવાથી તેમાંથી એન્ઝાઈમ નીકળે છે જે પાચન માટે ફાયદાકારક છે.


- બદામમાં મોનોસેક્યુરેટેડ ફેટ હોય છે જે ભૂખ ઉપર કાબુ રાખે છે. પલાળેલી બદામ ખાવાથી લાંબો સમય સુધી પેટ ભરેલું રહે છે અને તેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.


- પલાળેલી બદામ હૃદય માટે પણ સારી છે તે બેડ કોલેસ્ટ્રોલ ને ઓછું કરે છે અને ગુડ કોલેસ્ટ્રોલ ને વધારે છે.


- પલાળેલી બદામમાં વિટામિન ઈ એક એન્ટિઓક્સિડન્ટ તરીકે કામ કરે છે જે ત્વચા માટે પણ લાભકારી છે. તેનાથી શરીરના સોજા પણ અટકે છે. 


- પલાળેલી બદામ ખાવાથી શરીરમાં ગ્લુકોઝનું સ્તર ઓછું થાય છે અને હાઈ બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. 


આ પણ વાંચો:


આ દ્રાક્ષની સીઝનમાં પેટભરીને ખાજો લીલી દ્રાક્ષ, શરીરને થશે આ 4 જોરદાર ફાયદા


એક ચમચી અજમાને આ રીતે રોજ ખાવાનું રાખો, શરીરમાં ક્યારેય નહીં વધે Uric Acid


- પલાળેલી બદામમાં ફોલિક એસિડ હોય છે જે જન્મદોષને ઓછો કરે છે.


બદામને પલાળવાની રીત


એક મુઠ્ઠી બદામને અડધા કપ પાણીમાં રાત્રે પલાળી દેવી. સવારે બદામ પલાળેલું પાણી ફેંકી દેવું અને બદામની છાલ ઉતારીને તેનું સેવન કરવું.