Health Tips: સફરજન વિટામિન્સ, એન્ટિઓક્સિડન્ટ, ફાઈબર અને વિવિધ મિનરલ્સથી ભરપુર ફળ છે. સફરજન આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો કે દિવસમાં અમુક સમય એવો હોય છે જ્યારે સફરજનનું સેવન ન કરવું જોઈએ? આ સમયે સફરજન ખાવાથી નુકસાન પણ થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ કે આખા દિવસમાં કયા કયા સમયે સફરજન ખાવાનું ટાળવું જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારે ન ખાવું સફરજન


આ પણ વાંચો:


Diabetes ના દર્દીઓ માટે જરૂરી પોષકતત્વોથી ભરપુર હોય છે પાલક, ખાવાથી થશે અઢળક ફાયદા


રાત્રે પાણીમાં પલાળી સવારે ખાવા મગ, આ ફાયદા વિશે જાણી તુરંત ખાવાનું કરશો શરુ


જીમમાં વર્કઆઉટ કે ડાંસ કરતી વખતે શા માટે થાય છે મૃત્યુ ? જાણો કેવી રીતે કરવો બચાવ


રાત્રે સૂતા પહેલા

રાત્રે સફરજન ખાવાથી પેટ ભારે થઈ શકે છે અને ઊંઘમાં વિક્ષેપ પડી શકે છે. સફરજનમાં ફ્રુક્ટોઝ હોય છે જે તમારા શરીરને એક્ટિવ રાખે છે. જેના કારણે ઊંઘમાં તકલીફ થાય છે. સફરજનમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે. તેને રાત્રે ખાવાથી કબજિયાત જેવી સમસ્યા થઈ શકે છે. ગરમ દૂધ સાથે સફરજન ખાવાથી પેટ ભારે થઈ શકે છે જે ઊંઘ બગાડે છે. સફરજન રાત્રે ખાવાથી એસિડિટી પણ થઈ શકે છે. 


જમ્યા પછી સફરજન

સફરજન ખાવાથી પાચન પ્રક્રિયા પર અસર પડે છે. સફરજનમાં શુગરનું પ્રમાણ વધારે હોય છે. તેથી જમ્યા પછી તરત જ તેનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ વધી શકે છે. સફરજનમાં રહેલું એસિડ ખોરાકના પાચનને ધીમું કરી શકે છે અને અપચાનું કારણ બને છે.  સફરજનનું સેવન ભોજન કર્યાના ઓછામાં ઓછા 2 કલાક પછી કરવું જોઈએ.  


સાંજે

સાંજે સફરજન ખાવાથી રાત્રે પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. સાંજે સફરજનમાં રહેલી શુગર  ઊંઘ બગાડી શકે છે. આ સિવાય સાંજે સફરજન ખાવાથી એસિડિટી, ગેસ કે પેટમાં દુખાવો થઈ શકે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)